Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સુરતમાં અચાનક બેભાન થયા પછી યુવકનું મોત થયુ છે. જેમાં આશંકા છે કે સુરતમાં પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. વિરલ રાઠોડ નામનો યુવક ઘરે આરામ કરી રહ્યો હતો. ત્યારે ગીતાનગરમાં રહેતા 30 વર્ષીય વિરલ રાઠોડ અચાનક જ બેભાન થયો હતો. જેમાં તબીબે યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ગીતાનગરમાં રહેતા 30 વર્ષીય યુવકનું મોત

શહેરના પાંડેસરા વિસ્તારમાં યુવકનું અચાનક બેભાન થઇ જતા મોત નપજ્યું છે. જેમાં પાંડેસરાના ગીતાનગરમાં રહેતા 30 વર્ષીય વિરલ રાઠોડનું મોત થયુ છે જેમાં હાર્ટ અટેકની આશંકા જાણવામાં આવી રહી છે. વિરલ રાઠોડ ઘરે આરામ કરી રહયા હતા ત્યારે તે રાત્રે બેભાન થઇ ગયા હતા. જેમાં વિરલને સારવાર અર્થે 108 મારફત નવી સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ફરજ પર હાજર ડોક્ટરે પાંડેસરા વિસ્તારમાં યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

યુવાનના મોતથી પરિવાજનો શોકમગ્ન બન્યા

યુવાનના મોતથી પરિવાજનો શોકમગ્ન બન્યા છે. હાર્ટ એટેકમાં વ્યક્તિને છાતીમાં અચાનકથી ખૂબ દુખાવો થાય છે. જો વ્યક્તિને યોગ્ય સમયે સારવાર મળી જાય તો જીવ બચી શકે છે નહીંતર જીવ જઈ પણ શકે છે. આમ તો હાર્ટ એટેક ઘણા પ્રકારના હોય છે પરંતુ સ્ટેમી સૌથી ગંભીર અને જીવલેણ હોય છે. આ હાર્ટ એટેકમાં કોરોનરી આર્ટરી સંપૂર્ણરીતે બ્લોક થઈ જાય છે. જેમાં આર્ટરીમાં બ્લોકેજ અને લોહી જામવા લાગે છે.

આ પણ વાંચો: 28.5 ટકા વધુ ભાવથી અમદાવાદમાં 255 કરોડની રોડની કામગીરી એક જ કોન્ટ્રાકટરને અપાઈ