Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

જાપાન ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે ખૂબ જ આગળ રહ્યું છે. તે અવનવી શોધો કરે છે. ત્યારે જાપાને હવે પાવર પ્લાન્ટ્સમાં ઉપયોગમાં લેવાતા પરંપરાગત પરમાણુ વિભાજનથી વિપરીત આ મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ન્યુક્લિયર રિએક્ટરમાં બે ન્યુક્લિયસનું ફ્યુઝન જોઇન્ટ કરવામાં આવશે, જે સૂર્યની ઉર્જા ઉત્પાદન કરવા માટેની ટેકનોલોજી સમાન છે.

જાપાન દ્વારા વિશ્વનું સૌથી મોટું ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર શરૂ કરવામાં આવ્યું છે. JT-60SA નામનું આ વિશાળ મશીન ટોક્યોની ઉત્તરે એક નાકામાં હાલ એક હેંગરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તમને આ અંગે જણાવી દઈએ કે, હાલમાં દુનિયાના તમામ ન્યુક્લિયર પ્લાન્ટ ફ્યુઝન પર જ ચાલી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ પાસેથી મળેલ માહિતી અનુસાર, તેને એટલા માટે બનાવવામાં આવ્યું છે કે, મોટા પાયે તેના દ્વારા સુરક્ષિત રીતે અને કાર્બન ફ્રી એનર્જી જનરેટ કરી શકાય. ત્યારે JT-60SA, છ માળનું ઊંચું ટોકમાક, 200 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થતા પ્લાઝમાને સમાવવા માટે અને નિયંત્રિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જે પાછળ ભવિષ્યમાં પણ લોકોની કે દેશની જરૂરિયાતો અનુસાર મોટા પાયે સ્થાપિત કરી શકાય છે.

EU અને જાપાન વચ્ચેનું આ સંયુક્ત સાહસ અત્યારે ફ્રાન્સમાં નિર્માણાધીન ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટરના અગ્રદૂત તરીકે કાર્ય  કરે છે. બંને પ્રોજેક્ટ વિભાજનથી નેટ એનર્જી લાભો હાંસલ કરવાના મહત્વાકાંક્ષી ધ્યેયને શેર કરી શકશે. આ એક સીમાચિહ્નરૂપ છે જે ઊર્જા પ્રણાલીમાં સારી એવી ક્રાંતિ લાવી શકે છે.

JT-60SAના ડેપ્યુટી પ્રોજેક્ટ લીડર સેમ ડેવિસ એમ કહે છે કે, આ મશીન લોકોને ફ્યુઝન એનર્જી તરફ લઈ જશે. અત્યાર સુધીમાં જાપાનમાં 500 વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો તેને બનાવવા માટે રોકાયેલા છે. આ યુરોપ અને જાપાનની લગભગ 50 કંપનીઓમાંથી આવે છે. આ વિશ્વમાં સૌથી અદ્યતન ટોકમાક તરીકે છે. વાત કરવાંમાં આવે તો યુનાઇટેડ સ્ટેટ્સમાં નેશનલ ઇગ્નીશન ફેસિલિટી ખાતે ફિશનથી ચોખ્ખી ઉર્જા મેળવવાની શોધ પણ તાજેતરમાં જ પ્રાપ્ત થઈ હતી. જે ફ્યુઝન એનર્જીના ઈતિહાસમાં પણ એક સીમાચિહ્નરૂપ સાબિત થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો : ઇન્ડોનેશિયામાં આપત્તિ , જ્વાળામુખી ફાટ્યો, 11 પર્વતારોહકોના મૃત્યુ ,ઘણા લાપતા