Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાતમાં 18 વર્ષથી ઓછી વયના કિશોરોની આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં દર પાંચ વર્ષમાં 2554 સગીર આત્મહત્યા કરે છે. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 450 સગીર આત્મહત્યા કરે છે. ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જો છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, કિશોરોના આત્મહત્યા માટે ઘણા બધા પરિબળો જવાબદાર માનવામાં આવે છે.

18 વર્ષથી ઓછી ઉંમરના કિશોરોમાં આત્મહત્યા પાછળનું મુખ્ય જવાબદાર પરિબળ માનસિક તણાવ છે. આ ઉપરાંત પરીક્ષામાં નાપાસ થવાનો પણ ભય રહે છે. અભ્યાસનું દબાણ, સારા માર્કસ મેળવવાનું દબાણ, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, માતા-પિતા સાથેનો ઓછો સંવાદ, પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા, સહનશક્તિનો અભાવ, માતા-પિતાથી છૂટાછેડા, જનરેશન ગેપ વગેરે જવાબદાર પરિબળો છે. જેમાં મોબાઈલ ફોનના કારણે બાળકો અને વાલીઓ સાથે વાતચીત ઘટી છે. જેમાં વાલીઓ બાળકોને સમજાવવા અને કાઉન્સિલિંગ કરવામાં અસમર્થ હોય છે અને કિશોરવયનું બાળક અસલામતી, એકલતા અનુભવે છે અને નિરાશાના ખાડામાં જાય છે. બાળકોનું સ્ટેમિના લેવલ પણ પહેલાની સરખામણીમાં ઘટ્યું છે જેના કારણે તેઓ કોઈ પણ બાબતમાં ઉતાવળમાં લાગે છે અને આત્મહત્યા કરવાની સંભાવના ધરાવે છે.

પરીક્ષામાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીઓ કરે છે આત્મહત્યા

શાળાએ જતા બાળકો પરીક્ષામાં નાપાસ થવાના ડરથી આત્મહત્યા કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાનો ડર પ્રવેશી ગયો છે. પરીક્ષા પહેલા કાઉન્સેલિંગ કરવામાં આવે છે. જો કે, કિશોરો કારકિર્દી વિશે ચિંતિત છે. આ જ કારણ છે કે પરીક્ષાના પરિણામ પહેલા યુવક આત્મહત્યા કરતાં હોય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. યુવાનો શિક્ષણનો બોજ ઉઠાવી શકે તેવી સ્થિતિમાં નથી. આ સિવાય વાલીઓ પણ સતત સારા માર્કસ મેળવવા માટે બાળકો પર દબાણ લાવે છે. જેના કારણે યુવાનો સતત માનસિક દબાણમાં રહે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના જણાવ્યા અનુસાર આઈઆઈએમ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. કરિયરની ચિંતાને કારણે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે.

બેરોજગારી, પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા પણ જવાબદાર પરિબળો છે

પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા યુવાનોમાં આત્મહત્યાનું એક કારણ છે. સાથે સાથે બેરોજગારી પણ યુવાનોમાં નિરાશાનું કારણ બને છે. ઘણા કિસ્સાઓમાં, કુટુંબની જવાબદારીઓ નાની ઉંમરે બાળકો પર આવી જાય છે. આવી સ્થિતિમાં બેરોજગારીના કારણે યુવાનો આત્મહત્યા કરે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ 2017 થી 2021 સુધીમાં ગુજરાતમાં 18 વર્ષથી ઓછી વયના 2554 યુવાનોએ આત્મહત્યા કરી છે. ગુજરાતની સરખામણીમાં, ગોવા, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ અને હરિયાણા જેવા પ્રદેશોમાં યુવાનોની આત્મહત્યાનું પ્રમાણ ઓછું છે. જોકે, ગુજરાત કરતાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં વધુ યુવાનો આત્મહત્યા કરે છે.

આ પણ વાંચો : ગોધરામાં આવેલ સાપા ગામના લોકો નલ સે જલ યોજનાથી વંચિત