Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પોતાની હોમ લોન શરુ છે પણ ISROના આ મહાન વૈજ્ઞાનિકે જે કર્યું તે દરિયાદિલી જોઈને ભલભલા ઈમોશનલ થઈ ગયા. પોતાને અવોર્ડમાં  મળેલ 25 લાખ રુપિયા તેઓએ દાન કરી દીધા.

ચંદ્રયાન-3 ના ખૂબ જ સફળતાપૂર્વકના પ્રક્ષેપણ પછી, ISRO એ સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. ISROના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે દેશના વૈજ્ઞાનિકો દિવસ-રાત મહેનત કરતા રહ્યા છે. આમાંના એક ડૉ.પી. વીરમુથુવેલ છે. તેઓ ચંદ્રયાન-3ના પ્રોજેક્ટ ડાયરેક્ટર પણ રહ્યા હતા. તેમણે સોફ્ટ લેન્ડિંગનું સફળતાથી સંચાલન કર્યું હતું. ત્યારે હવે ડૉ. વીરમુથુવેલ તેમના માનવતાવાદી કાર્યોને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે તાજેતરમાં જ પોતાની કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનને 25 લાખ રૂપિયાનું દાન કર્યું છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોના વૈજ્ઞાનિકોને આ રુપિયા તમિલનાડુ સરકાર તરફથી ભેટ તરીકે આપવામાં આવ્યા હતા.

ત્યારે 46 વર્ષીય ડૉ. વીરમુથુવેલ અને તેમના આઠ સહકર્મીઓને વિક્રમ લેન્ડરની સફળતા પછી તમિલનાડુ સરકારે 25-25 લાખ રૂપિયાની ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પરંતુ વૈજ્ઞાનિકે પોતાનું મોટું હૃદય બતાવી આ તમામ નાણાં પોતાની કોલેજની સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનોને દાનમાં આપવાનું નક્કી કર્યું છે.

તેમણે કહ્યું છે કે ચંદ્રયાનની સફળતા વ્યક્તિગત નહીં પણ સામૂહિક સફળતા છે. તેથી આ એવોર્ડને શેર કરવો એ મારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હતો. મેં આ એવોર્ડ એ સંસ્થાને આપવાનું નક્કી કર્યું જેણે મને અથવા મારા જેવા વૈજ્ઞાનિકોને સહકાર આપ્યો છે. ડૉ. વીરમુથુવેલે કહ્યું હતું કે મારો અંતરાત્મા મને આટલી મોટી ઈનામી રકમ લેવાની મંજૂરી આપતો નથી, તેથી દાન કરવું શ્રેષ્ઠ વિકલ્પ છે.

ઈસરોના વૈજ્ઞાનિકે આગળ કહ્યું કે, આ તેમને અત્યાર સુધીમાં મળેલ પ્રથમ અવોર્ડ છે. ડૉ. વીરમુથુવેલે કહ્યું કે, “હું ગરીબ પરિવારમાંથી આવું છું. હું વિલ્લુપુરમની એક સરકારી રેલ્વે શાળામાં ભણ્યો હતો અને તેમ છતાં મને રુપિયાથી બહુ ખાસ ફરક પડતો નથી. ISRO આપણને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપવા માટે સમૃદ્ધ વાતાવરણ પ્રદાન કરે છે અને આ સૌથી સંતોષકારક વાત છે.

પોતાનું ઘર બનાવવા માટે ડૉ. વીરમુથુવેલે SBI પાસેથી 72 લાખ રૂપિયાની લોન લીધી છે. તે હજુ પણ તેઓ આ લોન ચૂકવી રહ્યા છે. તેમ છતાં તેમણે કહ્યું કે 25 લાખ રૂપિયાનો વિન્ડફોલ પ્રોફિટ તેમની પાસે રાખવાના નથી. ડૉ. વીરમુથુવેલની પત્ની કવિતા બાલાસુબ્રમણિ એક ગૃહિણી છે અને તેમની પુત્રી કોઈમ્બતુરના ગુરુકુલમમાં અભ્યાસ કરી રહી છે.

આ પણ વાંચો : દિવાળી અને છઠ્ઠ નિમિતે નવી દિલ્હીથી પટના વચ્ચે શરૂ થઇ નવી વન્દે ભારત ટ્રેન, જાણો શું છે આખુ શિડ્યૂલ