Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હાલ ઈઝરાયેલ છે. તેઓ આ જંગ વચ્ચે ઈઝરાયેલ પહોંચ્યા હતા. તેમણે આ દરમિયાન ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ ઈસાક હર્જોગ સાથે મુલાકાત કરી છે. 

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હાલ ઈઝરાયેલ છે. તેઓ જંગ વચ્ચે ઈઝરાયેલ પહોંચ્યા હતા. તેમણે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને ત્યાંનાં રાષ્ટ્રપતિ ઈસાક હર્જોગ સાથે મુલાકાત કરી હતી. મસ્કે ગાઝા પટ્ટી પાસે કિબુત્ઝ શહેરની પણ મુલાકાત લીધી હતી. હમાસે કિબુત્ઝ પર સાત ઓક્ટોબરના રોજ હુમલો કર્યો હતો. જેમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. મસ્કના આ પ્રવાસ બાબતે નેતન્યાહૂએ કહ્યું હતું કે તેમણે મસ્કને કિબુત્ઝમાં હમાસના આતંકીઓ દ્વારા કરાયેલ નરસંહારની ભયાનકતા પણ દેખાડી હતી. આ દરમિયાન અમે કિબુત્ઝમાં પીડિતોના ઘરે ગયા હતા. 

નેતન્યાહૂએ એલોન મસ્કેને એવા ઈઝરાયેલીઓના ઘર પણ બતાવ્યા જેમને નિર્દયતાથી હમાસના આતંકીઓને મારી નાખ્યા હતા. જેમાં ચાર વર્ષની ઈઝરાયેલી અમેરિકન છોકરી અભિગેલ ઈદાનનો પણ સમાવેશ થાય છે. જેના માતા પિતાને આતંકીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. ઈદાનને રવિવારે હમાસ દ્વારા છોડવામાં આવી હતી. આ પ્રવાસની કેટલીક તસવીરો પણ નેતન્યાહૂ દ્વારા શેર કરવામાં આવી છે.

આ દરમિયાન નેતન્યાહૂએ આલોન મસ્કને ફિલ્મ પણ દેખાડી જેને આઈડીએફ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સાત ઓક્ટોબરના રોજ હમાસના ઈઝરાયેલ પરના હુમલાની આખી ભયાનકતા નોંધવામાં આવી છે. 

ગાઝાને ફરીથી બનાવવામાં મદદ કરશે
આ દરમિયાન મસ્કે નેતન્યાહૂ સાથે એક્સ પર લાઈવ ચેટ કરી હતી અને તે દરમિયાન કહ્યું હતું કે હમાસના ખાતમા સિવાય હવે કોઈ રસ્તો નથી. હત્યારાઓનો ખાતમો તો હવે જરૂરી થઈ ગયો છે. આ પ્રકારના પ્રોપગન્ડા તો બંધ થવા જોઈએ. જે લોકોને હત્યારા બનવાની ટ્રેનિંગ આપે છે. ગાઝાના ભવિષ્ય માટે આ ખૂબ જ જરૂરી છે. હું ગાઝાને ફરીથી બનાવવા માંગુ છું  અને જંગ બાદ ગાઝાના સારા ભવિષ્ય માટે પણ મદદ કરીશ. 

આ પણ વાંચો :  મસ્ક હોય કે અન્ય કોઈ, જે ખોટું છે તે ખોટું છે, બ્રિટિશ પીએમ ઋષિ સુનક સેમિટિક વિરોધી નિવેદન પર ગુસ્સે