Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યની દરેક નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામની ભરમાર - અરજદાર

ધોળકામાં ગેરકાયદેસર બાંધકામનો મામલો- હાઈકોર્ટનો નિર્દેશ રીજીયોનલ નગરપાલિકાના ડે.કમિશનર જવાબ રજૂ કરે કે ગેરકાયદેરસને કાયદેસર કરવા માટે થયેલી અરજીમાં શું પગલા લીધા?

ધોળકા નગરપાલિકા જવાબ રજૂ કરે - હાઈકોર્ટ

Ahmedabad: ધોળકામાં ગેરકાયદેસર બાંધકામ સામે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે રિજીયોનલ મ્યુનિસાપાલિટીના ડેપ્યુટી કમિશનરને નિર્દેશ આપ્યો છે કે, રાજ્યની દરેક નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરાવવા માટે કેટલી અરજીઓ આવેલી છે અને આ અંગે શું પગલા લીધા છે, તેની વિગતો આપો. આ ઉપરાંત, હાઈકોર્ટે ધોળકા નગરપાલિકાને પણ નિર્દેશ આપ્યો છે કે ધોળકામાં રહેલા ગેરકાયદેસર બાંધકામ સામે શું પગલા લીધા છે, તેનો જવાબ રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી 10 ઓગષ્ટે હાથ ઘરાશે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે આ કેસમાં ભૂતકાળમાં હાઈકોર્ટે રીજીયોનલ મ્યુનિસિપાલિટીના ડિરેક્ટરને નિર્દેશ આપેલો કે, રાજ્યમાં દરેક નગરપાલિકામાં કેટલા ગેરકાયદેસર બાંધકામ છે, તેની વિગતો આપે. આ સંદર્ભે રિજીયોનલ મ્યુનિસિપાલિટીના સત્તાધીશોએ જવાબ રજૂ કર્યો છે. જો કે, રાજ્યમાં દરેક નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામની ભરમાર લાગેલી છે. સરકારી અને ખાનગી જમીન પર આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ થયા છે. જે રહેણાંક, કોમર્શિયલ, હોસ્પિટલ સ્વરૂપે છે. સામાન્ય માણસ એક ઘર બનાવવા માટે તેની જીવનભરની મૂડી ખર્ચી નાખે છે અને આ રીતે ગેરકાયદેસર જમીન પર ગેરકાયદેસર મકાન બનાવીને તેમને છેતરાય છે.

સરકારની રજૂઆત હતી કે રાજ્યની દરેક નગરપાલિકાને નિર્દેશ અપાયેલો છે કે ગેરકાયદેસર બાંધકામને રોકો અને પગલા લો. જ્યારે ધોળકા નગરપાલિકાના વકીલની રજૂઆત હતી કે અરજદારને ચાર બિલ્ડર સામે વાંધો છે. જેમાં બે બિલ્ડરે તો તેની પોતાની માલિકીની જમીન પર બાંધકામ કરેલુ છે અને અન્ય બે બિલ્ડરે આ જમીન પર બાંધકામ માટે મંજૂરી મેળવેલી છે.