Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અત્યારે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા હવામાનની આગાહી કરવામાં આવી. ત્યારે આગામી આવનાર પાંચ દિવસ હવામાન ઠંડુ,સુકું અને ચોખ્ખું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ઝાકળ પડવાની પણ સંભાવના રહેલ છે. ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ખેડૂતોને ચણા,મેથી,ધાણા જેવા અલગ અલગ પાકની કાળજી રાખવા માટે સલાહ આપી છે.

ત્યારે અમરેલી જિલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન હવામાન ઠંડુ,સુકું તથા ચોખ્ખું રહેવાની સંભાવના રહેલ છે. મહત્તમ તાપમાન 29-31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14-16 ડિગ્રી જેટલું રહેવાની શક્યતાઓ રહેલ છે. ત્યારે તા.30ડીસેમ્બર 2023થી લઈને 03જાન્યુઆરી 2024 સુધી વરસાદની કોઈ શક્યતા નથી. તા ૩૦ના રોજ છુટા છવાયા વિસ્તારમાં અતે તા. 31 ડીસેમ્બર થી 02 જાન્યુઆરીના રોજ અમુક જગ્યાઓ પર સવારના સમયે ઝાકળ પડવાની શક્યતા રહેશે. ત્યારપછીના દિવસોમાં ઝાકળની શક્યતાઓ નહીવત્ત રહેશે તેમ કહેવામાં આવ્યું છે.

ત્યારે આગામી દિવસોમાં પણ ઝાકળ પડવાની શક્યતાઓ રહેલ છે. જેના પગલે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ખેડૂતોને પાકને બચાવવા માટે સલાહ આપી હતી. ખેડૂતોને કહ્યું હતું છે કે એરંડામાં ઘોડિયા ઈયળના નિયંત્રણને લઈને 20 મીલી ક્વીનાલ્ફો 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જોઇએ. જ્યારે ચણાના પાકનું વાવેતર કરેલ હોય તો ત્યારે તેમાં આવતી લીલી અને લશ્કરી ઈયળના નિયંત્રણ માટે 6 ગ્રામ એમામેક્ટીન બેન્ઝોએટ અથવા તો 20 મીલી ક્વીનાલફોસ 10 લિટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવાથી સારૂ એવું પરીણામ મેળવી શકાય છે.

મેથી અને ધાણાના પાકમાં ભુકી છારા રોગને નિયંત્રણમાં લાવવા માટે  હેક્ઝાકોનાઝોલ 20 મીલી અથવા તો સલ્ફર 80 % WP 60 ગ્રામ/15 લિટર પાણી ભેળવી તેનો છંટકાવ કરવો જોઇએ. ત્યારે દૂધાળા પશુઓમાં પણ કબજિયાતનાં નિયંત્રણ માટે નાના બચ્ચાઓને 20 થી 40 ગ્રામ સરસિયુ અઠવાડીયે પીવવડાવું જોઇએ. જીરુંના પાકની વાત કરવામાં આવે તો તેને ઝાકળથી બચાવવા માટે વહેલી સવારે સુતરાઉ કાપડ અથવા તો કંતાન વડે ઝાકળ ખંખેરીને રોગનું જોખમ મહદઅંશે ઘટાડી શકાય છે.

ત્યારે મકાઈની પણ ઘાસચારા માટે વાવણી કરવી. પશુઓમાં થતાં ખરવા-મોવાસા રોગ માટેરસી મૂકાવવી જોઇએ. લસણમાં પણ થ્રિપ્સના જૈવિક નિયંત્રણની માટે બ્યુવેરીયા બેસીયાના દસ દિવસના ગાળે વારાફરતી 45,90 અને 120ગ્રામ પ્રતિ પંપમાં તેનો છંટકાવ કરવો જોઇએ.

આ પણ વાંચો : મનોકામના પૂર્ણ કરતું ચમત્કારિક વૃક્ષ, છેલ્લા 250 વર્ષોથી અડીખમ