Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

બે દિવસ પાણીપુરવઠો બંધ

સુરતમાં ફરી એક વાર પાણીનો કાપ મુકવામાં આવ્યો છે, તો જાણો સુરતના કયા વિસ્તારોમાં પાણીનો કાપ રહેશે. સુરતના વરાછા વિસ્તારમાં આગીમી બે દિવસો સુધી પાણીનો કાપ રહેશે.

અંદાજે એક લાખ લોકોને થશે અસર

9 અને 10મી જાન્યુઆરીએ એમ કુલ બે દિવસ વરાછામાં પાણી કાપ મૂકવામાં આવશે અને તેની અસર વછાના બે ઝોનમાં પડશે. વરાછાની અંદાજે એક લાખ લોકની વસતી પર પાણીના કાપની અસર જોવા મળશે. જેના કારણે સુરતવાસીઓને પાણીપુરવઠાની બે દિવસ સમસ્યા રહેવાની છે.

ઓવર હેડ પાણીની ટાંકી 

લોકોએ પાણી વિના રહેવુ પડશે. કડકડતી ઠંડી વચ્ચે પણ સુરતવાસીઓએ શહેરના વરાછા વિસ્તારોમાં પાણીકાપ સહન કરવો પડશે. 9થી 10મી જાન્યુઆરી એમ બે દિવસ વરાછાના બે ઝોનમાં પાણી નહીં મળે. સુરતના વરાછાના જળવિતરણ મથકમાં ઓવર હેડ પાણીની ટાંકીની સફાઈને લઈને પાણી કાપ મૂકવામાં આવવાનો છે. જેને લઈને પાણીકાપ મુકવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે.

9 અને 10મી જાન્યુઆરી બંધ

સુરતના વરાછા વિસ્તારના જળવિતરણ મથકમાં આવેલી ઓવર હેડ પાણીની ટાંકીની સફાઈનું કામ બે દિવસ સુધી ચાલશે એટલેકે  9મી અને 10મી જાન્યુઆરી એમ બે દિવસ સુધી પાણી કાપ રહેશે. ઓવર હેડ પાણીની ટાંકીની સફાઈની કામગીરી પૂર્ણ થયા પછી વરાછા વિસ્તારના લોકોને પાણીનો પુરવઠો ફરી રાબેતા મુજબ મળવા લાગશે. સુરત પાલિકા દ્વારા વરાછા વિસ્તારના રહેતાં અંદાજે 1 લાખ જેટલા લોકોને પાણીની અગવડના પડે એટલે આગોતરી જાણ કરીને અપીલ કરી છે કે જરુરિયાત પૂરતો પાણીનો સંગ્રહ કરી લેવું. આ પ્રકારની સમસ્યા આ અગાઉ પણ ઘણી વાર જોવા મળી હતી.

ભૂતકાળમાં પણ પાણીની સમસ્યાઓ

આ અગાઉ પણ સુરતના 5 ઝોનમા તા. 3મી જાન્યુઆરી 2023માં પાણીમાં કાપ મુકવામા આવ્યો હતો. જેના કારણે લોકોમા પીવાના પાણીની સમસ્યા થઈ હતી. સુરતમા પાણીના કાપથી કુલ 20લાખ જેટલા લોકોને અસર થઈ હતી. જેમાં ઉધના, અઠવા, લીંબાયત, વરાછા અને જેવા સેન્ટ્રલ ઝોનના એરિયામા પાણીનો કાપ મુકવામાં આવશે. આ પ્રકારની સમસ્યા અગાઉ પણ ઘણી વાર જોવા મળી હતી. 3મી જાન્યુઆરી 2023ના પહેલા અગાઉ 27મી અને 28મી જુલાઈ 2023ના રોજ પણ સુરતના અનેક વિસ્તારોમા પાણીનો કાપ મુકવામાં આવ્યા હતો અને જેના કારણે પીવાના પાણીની સમસ્યા પણ જોવા મળી હતી.

આ પણ વાંચો: અમદાવાદીઓ અહીંથી પસાર થતા પહેલાં આ એડવાઇઝરી વાંચી લેજો, વાઇબ્રન્ટ સમિટને લઇ વૈકલ્પિક રૂટ જાહેર