Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

દહેગામ (Dehgam) તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત (Gujarat) રાજ્યના ગાંધીનગર (Gandhinagar) જિલ્લાનો મહત્વનો તાલુકો છે અને આજ દહેગામ તાલુકાનું એક ગામ એટલે કનીપુર ગામ જેની આજે મુલાકાત અમારી ટીમ (New Gujarati News) દ્વારા લેવામા આવી. 

ભારતમાં દરેક વખત ગરમી પડતાની સાથે જ પાણીની ભુમો ચાલુ થઇ જતી હોય છે ત્યારે દરેક વખત સરકાર કહે છે કે અમે અમારી "નલ સે જલ" (Nal Se Jal)ની યોજના વધારી છે, વધુ સારી કરી છે અને વધુ ગામને પાણી આપવા માટે સક્ષમ છે, ત્યારે દેશમાં આવેલા ગામડાઓ આ "નલ સે જલ" ની યોજના જે માત્ર કાગળ પર જ દેખાય છે એને ભાર લાવીને તંત્રને એવી રીતે પડકારે છે કે તંત્રની આંખો ખુલે.

કનીપુર ગામ (Kanipur Village) જેની વસ્તી ૩૪૧૯ છે છતાં ગામમાં પાણી માટે કોઈજ સુવિધા નથી. ગામમાં લોકો માથા પર બેડા લઈને પાણી ભરવા માટે મજબુર બન્યા છે. આ મહિલાઓ દ્વારા સવાર પડતા જ દુર દુર સુધી માથે બેડા લઈ પાણી માટે જવું પડે છે અને એ પણ રોજ પાણી મળશે તે તો નક્કી નથી જ, કારણ કે આખા ગામમાં પાણી માત્ર અડવાડીયામાં એક વાર જ આવે છે ત્યરે આ લોકો આ પાણીનો સંગ્રહ પોતાના માટે કરે કે પછી પશુઓ માટે. ગામમાં પાણી માટે નળ નાખવામાં આવ્યા છે પણ તે માત્ર શોભાના ગાઠીયા સમાન જ છે. ગામમાં આવેલા દરેક ઘરની આગળ ઊંડા ખાડા કરીને મુકવામાં આવ્યા છે અને તેમાં નળ નાખેલા છે, પણ તે નળમાં પાણી નથી આવતું.


ગામના લોકો છેલ્લા ૨  વર્ષથી આ જ રીતે દુર દુરથી પાણી લાવવા માટે મજબુર બન્યા છે. દરેક ઘરમાં નાની દીકરીઓ હોય કે પછી ઘરડા બા, તમામ લોકોને પાણી લાવવા માટે માથે બેડા મુકીને જ લઈ આવવુંપડે છે ત્યારે જ તેમના ચૂલે જમવાનું બને છે. આ લોકો વર્ષોથી રાહ જોઇને બેઠા છે કે કોઈ આવે અને તેમને પાણી માટે કઈક સુવિધા કરી આપે. 

ન્યુ ગુજરાતી ન્યુઝે તેમની મુલાકાત લીધી, તેમની સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે ગામમાં સરપંચ (Sarpanch) પણ સાંભળવા તૈયાર નથી. અમારી સામે જ જયારે તેમણે સરપંચને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે સરપંચે  ફોન જ ના ઉપાડ્યો, ત્યાં સમસ્યાનો ઉલેક લાવવાની વાત તો ક્યાય રહી. 

હવે આ લોકોને શું ક્યારેય પાણી મળશે કે પછી આ ઉનાળો પણ તેમને આમ જ કાઢવાનો રેહશે તે તો હવે કોને ખબર. પરંતુ તંત્રને આ ગરીબ જનતાના આંખોના આસું શું નથી દેખાતા કે પોતે એસી કેબીનોમાં બેસીને માત્ર મોટી મોટી વાતો કરવી છે અને વિકાસના મોડલને માથે ચડાવવું છે. વિકાસ તો દેશમાં ત્યારે થશે જયારે આ લોકોને સામાન્ય વપરાશનું પાણી પુરતું મળી રેહશે.

આ પણ વાંચો: કોની રહેમ નજરે દબાણ અને દાદાગીરી?