Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યમાં શનિવારે ખાબકેલા વરસાદે અનેક જગ્યાએ ખાના ખરાબી કરી હતી. ત્યારે અમદાવાદમાં છ ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો જેમાં વસ્ત્રાપુર ખાતે આવેલ સુંદર લેકફ્રન્ટ ધોવાઈ ગયો હતો. વસ્ત્રાપુર લેકના મુખ્ય દરવાજાની સામે તળાવ ફરતી જે દિવાલ છે તે ધસી પડી હતી અને લોકો માટે જોખમ ઊભું થયું હતું.

વસ્ત્રાપુર લેકફ્રન્ટ અમદાવાદની એક આગવી ઓળખ તરીકે ગણાવવા માંડ્યું છે. જ્યાં અમદાવાદ ખાસ કરીને સવારે અને સાંજે વોક કરવા માટે અથવા તો રાહતની પળો માણવા માટે જતા હોય છે. જેના કારણે તળાવની ફરતે એક સુંદર વોક-વે બનાવવામાં આવ્યો છે અહીં કલાત્મક રેલિંગ પણ બનાવવામાં આવી છે. પરંતુ શનિવારે ધોધમાર વરસેલા વરસાદે તળાવને સંપૂર્ણપણે ધોઈ નાખ્યું છે. તળાવની ફરતે ઘણા પેવમેન્ટ સદંતર ધોવાઈ ગયા છે માત્ર આટલું જ નહીં વોક-વેની વાત કરીએ તો તેમાં પણ ગાબડા પડી ગયા છે. ત્યાંની માટી તળાવ ભણી ધસી પડી છે.

ત્યારે NGN ન્યુઝ આ સમગ્ર બાબતે સ્થાનિકો સાથે વાત કરવા ત્યાં પહોંચ્યું હતું. અને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે આવું થવાનું મુખ્ય કારણ શું છે? તેમજ અત્યારે તેની પરિસ્થિતિ શું છે? જો બે દિવસ પછી એટલે સોમવારની જો વાત કરીએ તો હાલ AMCના અધિકારીઓ જ્યાં રેલિંગ અને દિવાલ ધસી પડી છે ત્યાં પાળ બાંધીને ગયા છે. અને વીજ તારો પણ છૂટા અને ખુલ્લા મૂકી ગયા છે. માત્ર પાળ બાંધીને કામ અધૂરું મૂકીને જતા રહ્યા છે. જેના કારણે ત્યાં ફરવા આવતા લોકોએ માટે જોખમ ઊભું થયું છે અને ખાસ કરીને જેમના નાના નાના બાળકો છે તેઓએ તો સાવ આવવાનું પણ ટાળ્યું છે. કારણ કે એમને ભય છે કે ગમે ત્યારે તેમનું બાળક તળાવમાં પડી ન જાય અથવા તો વિજતારો જે AMC દ્વારા ખુલ્લા મુકાયા છે તેનો ભોગ ન બને, અને વોક કરવા આવતા લોકોએ પણ હાલ અહીં આવવાનું સંપૂર્ણપણે ટાળ્યું છે અને સાથે સાથે AMC નાં અધિકારીઓની સૂચના મુજબ ગાર્ડન ઓથોરિટીએ પણ સાંજે ગાર્ડન વહેલા બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે જેના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય.


NGN એન્જિન ન્યુઝની ટીમ ત્યાં આવતા સ્થાનિક આશિષ પટેલ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે વસ્ત્રાપુર લેકની બાજુમાં કૃષ્ણ ભગવાનની હવેલી આવેલી છે વિશાળ મંદિર આવેલું છે. ને હાલ હિન્દુધર્મનો માટે પાવન મહિનો ચાલી રહ્યો છે. આવનારા દિવસો તહેવારોનાં દિવસો છે. જેના કારણે ભક્તો તેમજ લોકો મોટી સંખ્યામાં વસ્ત્રાપુર લેક બાજુ આવતા હોય છે. તેમજ બાજુમાં આવેલા મંદિર માટે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે. તેથી તેમણે NGN ન્યુઝનાં માધ્યમથી AMCના અધિકારીઓને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો નિકાલ કરવા માટે આજીજી કરી છે તેમજ સમગ્ર દિવાલ જે ધસી પડી છે લોકોને પડી જવાનો ભય છે તે તાત્કાલિક ધોરણે નવી બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

આ પણ વાંચો : એસજી હાઇવે પાણીમાં 50 કરોડ કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં, મ્યુનિ.એ R&Bને પત્રો લખ્યા