Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પાછલા વર્ષના બાકી વેરામાં વ્યાજ માફી-પ્રોપર્ટી ટેક્સ ઇન્સેન્ટિવ રીબેટ યોજના પાલિકા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવનાર છે જે અંગે પ્રિન્સિપલ કમિશનરે સ્થાયી સમિતિમાં મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ 2023-24, આગામી માર્ચ 2024માં પૂરું થશે જેથી વડોદરા મહાનગરપાલિકાના પ્રોપર્ટી ટેક્સના બાકી વેરા વસુલાતની કાર્યવાહી કાયદાકીય જોગવાઈઓ મુજબ કડક રીતે કરવામાં આવતી હોવા છતાં મિલકતો બંધ રહેતી હોવાના કારણે તથા કોર્ટ કેસ લિક્વિડેશન રેવન્યુ દાવા જેવા જુદા જુદા કારણોસર વેરા વસુલાત બાકી રહે છે. તે ઉપરાંત વડોદરા શહેરમાં આવેલી મિલકતોના બાકી રહેલા ભરપાઈ થાય અને નાગરિકોને રાહત મળે તે હેતુથી બાકી વેરાની રકમ વસૂલ કરી શકાય તેમ જ ખાતા સેટલ થતા જાય અને પાલિકાની રેવન્યુ વસૂલાત ઝડપથી થઈ શકે તે માટે ભાડાની આકારણી તેમજ ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિમાં જે કરદાતાઓની વેરા વસુલાત બાકી પડતી હોય તેવા કરતાં ઓના બાકી વેરાની રકમમાં ઇન્સેન્ટીવ યોજના (પાછલા વર્ષના બાકી વેરામાં વ્યાજ માફી) લાગુ કરવી જરૂરી જણાય છે. પ્રોપર્ટી ટેક્સની ઇન્સેટિવ રિબેટ યોજના જાહેર કરાય છે.

જેમાં ભાડા આકારણી પદ્ધતિ માટે ઇનસેટિવ રિબેટ યોજના મુજબ પાલિકાના મિલકત વેરાના ભરવા પાત્ર પાણી ચાર્જ તેમજ કંજરવંશી ચાર્જની પૂરેપૂરી રકમ તથા જે કરતા વડોદરા પાલિકાનો તા.01-04-2023 સુધીનો ભાડા આકારણીનો ભરવા પાત્ર મિલકત કર કે જેમાં સામાન્ય કર પાણી ચાર્જ-કર, કંજરવંશી ચાર્જ, શૌચાલય વેરો, શિક્ષણ ઉપકર અને દંડની રકમ એક સાથે ભરે તો આગામી તારીખ 31 માર્ચ, 2024 રિબેટ યોજનાનો લાભ પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવશે.

જેમાં નોટીસ ફી, વોરંટ ફી અને જાહેરાત ખર્ચની સો ટકાની રકમ ઇન્સેન્ટ તરીકે આપવામાં આવશે. તે ઉપરાંત તો ભાડાની આકારણી પદ્ધતિના બાકી મિલકત વેરા પેટેની વ્યાજની રકમમાં 80% રકમ તરીકે આપવામાં આવશે તથા ભાડા આકારણી પદ્ધતિના વેરા બિલમાં ફક્ત વ્યાજની રકમ બાકી હોય તો આ રકમમાં 80% રકમ ઇન્સેન્ટીવ રિબેટ તરીકે આપવામાં આવશે.

ભાડા આકારણી પદ્ધતિની ટેક્સ અપીલ તેમજ રિટર્ન થયેલા ચેકની ડિમાન્ડ ચલાવેલી હશે તો તેઓને પણ વ્યાજની રકમમાં આ ઇન્સેન્ટ યોજનાનો લાભ આપવામાં આવશે. ફક્ત ભાડા આકારણી પદ્ધતિથી પાછલી બાકી રકમ ભરપાઈ કરનાર કરદાતાને આ યોજનાનો લાભ આપવામાં આવશે પાલિકામાં ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિ અને 2003-04થી અમલમાં મૂકવામાં આવેલી છે. જેમાં સને 2003-04થી સને 2023-24 સુધી વેરામાં કરદાતાઓને રિબેટ યોજનાનો લાભ આપી કાર્યવાહી કરવા તેમજ ક્ષેત્રફળ આકારણીના બાકીકર દાતાઓ બાકી વેરાની રકમ એક સાથે ભરીને ખાતાઓ સેટલ કરી શકે છે.

આ પણ વાંચો: રોડ પર રફતારના કહેર સામે નિયમો,રિયાલિટી ચેકમાં થયો પર્દાફાશ