Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ખાલીસ્તાની આંતકવાદી હરદીપ સિંહ નિજજરની હત્યાને લઈને ભારત અને કેનેડાનો વિવાદ ખૂબ જ વધી રહ્યો છે. ભારતે કેનેડા પર જવાબવહી કરતાં 40 રાજદ્વારીઓને દેશમાંથી પાછા બોલાવવાની સમયમર્યાદા પણ આપી. તેના પર કેનેડાના PM એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કેનેડીયન સરકાર ભારતમાં કેનેડીયનોને મદદ કરવા માંગે છે. 

અમેરિકાએ ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલ રાજદ્વારી સ્તરના વિવાદમાં સામેલ થવાનો ઇનકાર પણ કરી દીધો છે. 

અમેરિકાએ કહ્યું હતું કે અમે ઇન્ડો-પેસિફિક વ્યુહરચના હેઠળ કામ કરવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને અમારા પ્રયાસો પણ રહેશે. આ રીતે અમેરિકાએ ભારત અને કેનેડાના રાજદ્વારી સંકટ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. થોડા દિવસો પહેલા જ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લીકન સાથે મુલાકાત કરી હતી. ત્યારે અમેરિકાએ કહ્યું હતું કે તે કેનેડા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપોની તપાસમાં સમર્થન કરે છે અને ઈચ્છે છે કે તેમાં ભારત સહયોગ કરે. 

ભારતે કેનેડાને આપી ચેતવણી 

હાલમાં જ ભારતના મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં કેનેડીયન રાજદ્વારીઓની સંખ્યા  કેનેડામાં ભારતના રાજદ્વારીઓ કરતાં પણ વધુ છે. તે ઉપરાંત વિદેશી મંત્રાલયે કેનેડાના રાજદ્વારીઓ પર ભારતના આંતરિક મામલામાં દખલ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેના પર ભારતે કેનેડાને તેના 62 માંથી 41 રાજદ્વારીઓને 10 ઓકટોબર સુધીમાં હટાવવાની ચેતવણી પણ આપી હતી. આ નિર્ણય પછી કેનેડાના PM એ કહ્યું હતું કે તેમની સરકાર કેનેડીયન પરિવારોની મદદ માટે ભારતમાં આગળ આવવા માંગે છે. 

જાણો કેનેડાના વિદેશી મંત્રીનું નિવેદન 

કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું કે કેનેડા રાજદ્વારીઓની વાપસીની વિનંતીને લઈને  ભારત સતત વાતચીત કરી રહ્યું છે. હાલમાં બંને સરકારો વચ્ચે તણાવ છે. રાજદ્વારી સ્થાને રહે એ પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે અને તેથી જ અમે ભારતમાં મજબૂત રાજદ્વારી હાજરીના મહત્વમાં વિશ્વાસ કરીએ છે. તથા કેનેડા ભારત સાથે વ્યક્તિગત વાતચીત કરવા માંગે છે. પહેલેથી જ ભારતે કેનેડામાં વીઝા સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને કેનેડા પર કેટલીક વખત ચેતવણી આપવામાં આવી હોવા છતાં પણ આંતકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે.