Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

જો બાઈડને કહ્યું, ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરની જાહેરાતમાં તાજેતરમાં નવી દિલ્હીમાં જી-20 સમિટમાં કરવામાં આવી હતી, હું માનું છું કે, આ જાહેરાત હમાસ દ્વારા ઇઝરાયેલ પર આતંકવાદી હુમલાનું કારણ છે.

ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને કર્યો મોટો દાવો છે. રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે, ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરની જાહેરાત નવી દિલ્હીમાં જી-20 સમિટ દરમિયાન કરવામાં આવી હતી. પણ હું માનું છું કે, આ જાહેરાત હમાસ દ્વારા ઇઝરાયેલ પર આતંકવાદી હુમલાનું કારણ છે. યુએસના પ્રમુખ જો બિડેને જણાવ્યું હતું કે તેમનો દેશ સાઉદી અરેબિયાને યુરોપ સાથે જોડતો રેલ-રોડ પ્રોજેક્ટ સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નેટવર્ક દ્વારા ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ આરબીઆઈનો સામનો કરવા માટે જી7 સભ્ય સાથે કામ કરી રહ્યો છે.

જો બાયડને કહ્યું કે. "મને ખાતરી છે કે હમાસના હુમલાનું એક જ કારણ હતું," તેણે કહ્યું. મારી પાસે આનો કોઈ પુરાવો નથી, પરંતુ મારો અંતરઆત્મા મને કહે છે કે, હમાસે ઇઝરાયેલ માટે પ્રાદેશિક એકીકરણ તરફના તેના કાર્યના કારણે આ હુમલો કર્યો છે અને અમે તે કામ છોડી શકતા નથી. 7 ઓકટોબરના રોજ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો અને આ હુમલામાં કુલ 1400 લોકોના મોત થયા અને તેમા અમેરિકા અને બ્રિટેન સહિતના ઘણા દેશોના નાગરિકો પણ સામેલ હતા. આ હુમલા બાદ બીજી વખત બાઈડને હમાસના હુમલાના સંબદિત પૈકી એક તરીકે ભરતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરનો ઉલ્લેખ કર્યો છે.

જી-20માં થયું શું ?

જી-20નું આયોજન આ સપ્ટેમ્બરના મહિનામાં થયું હતું. જેમાં ઋષિ સુનક, બિડેન સહિત વિશ્વભરના મોટા નેતાઓએ તેમા ભાગ લિધો હતો અને આ સમિટની બાજુમાં પીએમ નરેન્દ્ર મોદી બાઈડન સહિત ઘણા નેતાઓએ મહત્વાકાંક્ષી ભરતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરના નિર્માણની જાહેરાત કરી હતી.

યુએસ પહોંચેલા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે પ્રેસને સંબોધતા બાઈડને કહ્યું કે, અમે તેની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યા છે અને અમે તેને અલગ રીતે કરી રહ્યા છે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ દેવાના બોજથી દબાયેલો છે અને તેના પર હસ્તાક્ષર કરનારા મોટાભાગના રાષ્ટ્રો માટે તે મુશ્કેલ થઈ ગયો છે. તેમણે કહ્યું કે, તેઓ તે દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે જી7 દેશો સાથે કામ કરી રહ્યા છે. જી7માં કેનેડા, ફ્રાન્સ, બ્રિટન, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકાનો સમાવેશ થાય છે.

મધ્ય-ભારત, પૂર્વ- યુરોપ આર્થિક કોરિડોર શું છે ?

ચાર દેશો એક મેગા પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા છે. જેમાં ભારત, અમેરિકા, યુરોપિયન યુનિયન અને સાઉદી અરેબિયા કામ કરી રહ્યા છે.  તેમનું નામ ઈન્ડિયા- મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર એટલે કે આઈએમઈસી છે . જેને ઐતિહાસિક સમજૂતી કહેવામાં આવી રહ્યા છે. 9 સપ્ટેમ્બરના રોજ આ પ્રોજેક્ટ એમઆયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારત સિવાય હસ્તાક્ષર કરનારા દેશોમાં અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત, યુરોપ, સાઉદી અરેબિકા, ઈટાલી, જર્મની અને ફ્રાન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોરિડોરને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ બીઆરઆઈની જવાબ માનવામાં આવી રહ્યો છે અને આ કોરિડોરના બે ભાગ હશે. પહેલો ઈસ્ટર્ન કોરિડોર, જે ભારતને ગલ્ફ દેશો સાથે જોડશે,બીજો નોર્ધન કોરિડોર, જે ગલ્ફ દેશોને યુરોપ સાથે જોડશે.

આ પણ વાંચો : ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ટેન્ક અને સૈનિકો સાથે ગાઝાની લક્ષ્યાંકિત જગ્યાઓ પર આક્રમણ કર્યું