Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન સમિટની બેઠક દરમિયાન કહ્યું કે અમેરિકાએ ચીનને અંકુશમાં રાખવાનો પ્રયાસ ન કરવો જોઇએ.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એશિયા-પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન સમિટમાં ભાગ લેવા માટે અમેરિકા ગયા છે, જે દરમિયાન તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ ચીન અને અમેરિકા વચ્ચેના મતભેદોને ખતમ કરવા પર ભાર મૂક્યો હતો. તાઈવાન અને વેપાર પ્રતિબંધોને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો તંગ બની ગયા હતા.

એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન સમિટ બાદ પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ફરી એકવાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સરમુખત્યાર કહ્યા. સાન ફ્રાન્સિસ્કોમાં એક પત્રકારના પ્રશ્નોના જવાબમાં બિડેને કહ્યું, "તેઓ (શી જિનપિંગ) સામ્યવાદી વિચારધારામાં માનતા દેશની બાગડોર સંભાળે છે, તેમની સરકાર અમારી સરકારથી સંપૂર્ણપણે અલગ છે."

આ પહેલા પણ બિડેને ચીનના રાષ્ટ્રપતિને સરમુખત્યાર કહ્યા હતા. તેમણે જૂન 2023માં જિનપિંગને સરમુખત્યાર કહ્યા હતા, ત્યારબાદ ચીને અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો. ચીને કહ્યું હતું કે જો બિડેનનું નિવેદન વાહિયાત અને બેજવાબદારીભર્યું હતું.

જિનપિંગે શું કહ્યું?

અમેરિકી રાષ્ટ્રપતિ સાથે એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન સમિટ દરમિયાન શી જિનપિંગે કહ્યું કે ચીન ક્યારેય અમેરિકા સાથે સ્પર્ધા કરવાનો ઇરાદો નથી રાખતો, તેથી અમેરિકાની પણ ચીનને દબાવવા કે તેના પર નિયંત્રણ રાખવાની કોઈ યોજના નથી. જિનપિંગે કહ્યું કે ચીન પર અમેરિકન પ્રતિબંધોને કારણે આપણા દેશના કાયદેસર હિતોને નુકસાન થયું છે.

અમેરિકા-ચીન સંબંધોમાં તણાવનું કારણ?

ઓગસ્ટ 2022માં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના તત્કાલીન સ્પીકર નેન્સી પેલોસીએ તાઈવાનની મુલાકાત લીધી હતી, જેના પછી ચીને વાંધો વ્યક્ત કર્યો હતો. હકીકતમાં ચીન તાઈવાન પર સત્તાનો દાવો કરતું રહ્યું છે. નેન્સી પેલોસીની મુલાકાત બાદ ચીને અમેરિકા સાથે સૈન્ય સંચાર બંધ કરી દીધો હતો. આ સિવાય આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાએ એક શંકાસ્પદ બલૂનને તોડી પાડ્યું હતું અને ચીન પર અમેરિકાની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : ઇઝરાયેલી સેનાએ ગાઝાની અલ-શિફા હોસ્પિટલમાં કર્યો અટેક, અનેક લોકોના મૃત્યુની આશંકા