Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિ.સંચાલિત હોસ્પિટલમાં 17 મહિનાના સમયમાં દર્દીઓની સારવાર સંદર્ભમાં 19294 કલેઈમ કરવામાં આવ્યા હતા. આ પૈકી 13739 કલેઈમમાં રુપિયા 25 લાખથી વધુની રકમ ચુકવવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિ.સંચાલિત એસ.વી.પી. ઉપરાંત એલ.જી., શારદાબેન, વી.એસ. અને નગરી હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યારસુધીમાં 15 લાખ કરતા વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. દર મહિને સરેરાશ 40 હજાર જેટલા લોકો કાર્ડ એનરોલમેન્ટ કરાવે છે. 1 જુલાઈ,2022 થી ડીસેમ્બર-2023 સુધીના સમયમાં કુલ 19294 કલેઈમ કરવામાં આવ્યા હતા. કરવામાં આવેલા કલેઈમ પૈકી 13739 કલેઈમ માટે રુપિયા 25.08 લાખની રકમ ચૂકવવામાં આવી હતી. 727 કલેઈમ અલગ અલગ કારણસર રીજેકટ કરવામાં આવ્યા હતા. કુલ 4828 કલેઈમ પેન્ડિંગ છે.એસ.વી.પી.હોસ્પિટલ ખાતે આ કાર્ડ ઉપર મુકવામાં આવેલ કલેઈમ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા મંજુર થયેથી પુરા પડાઈ રહયા છે.

આ પણ વાંચો: સૌપ્રથમ વખત ગુજરાતમાં ફિલ્મફેર અવોર્ડ્સનું આયોજન, એરપોર્ટ પર VVIP માટે ખાસ વ્યવસ્થા