Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઇઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયરને હજી વધુ 2 દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. જે બુધવાર સુધી અમલમાં રહેશે. ઇજિપ્ત, કતાર અને અમેરિકાના દબાણ પછી યુદ્ધવિરામ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કતાર અને ઈજીપ્તની મધ્યસ્થી પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન, હમાસે સોમવારે મોડી રાત્રે વધુ ઇઝરાયલના 11 નાગરિકોને તેમની કેદમાંથી મુક્ત કર્યા હતા. જેમાં 9 બાળકો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે.

ત્યારે બીજી તરફ હમાસે આજે મુક્ત થનારા બંધકોની યાદી ઇઝરાયલને સોંપી છે. ઇઝરાયલ બદલામાં જે કેદીઓને મુક્ત કરશે તેમાં પેલેસ્ટિનિયન એક્ટિવિસ્ટ અહદ તમીમીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેને આગામી બે દિવસમાં મુક્ત કરી દેવામાં આવશે.

સોમવારે મુક્ત કરાયેલ કેદીઓમાં ઇઝરાયેલના કિબુત્ઝ નીર ઓઝમાં રહેતી બે જોડિયા બાળકીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 3 વર્ષની યુલી અને અમ્માને તેની માતા શેરન અલોની કુનિયોની સાથે મુક્ત કરવામાં આવી છે. જો કે તેના પિતા ડેવિડ હજુ પણ હમાસની કેદમાં જ છે.

આ તરફ ઇઝરાયલે પણ દેશની અલગ અલગ જેલમાં બંધ 30 બાળકો અને 3 મહિલાઓની સાથે સાથે 33 પેલેસ્ટિનીઓને મુક્ત કર્યા છે. ઇઝરાયલ દ્વારા અત્યાર સુધીમાં 150 પેલેસ્ટિનીઓને તેની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે હમાસ દ્વારા 69 બંધકોને મુક્ત કરવવામાં આવ્યા છે. જેમાં 50 ઈઝરાયલના બંધકો અને 19 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આજે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો 53મો દિવસ યથાવત ચાલી રહ્યો છે.

હમાસ-ઇઝરાયેલ યુદ્ધવિરામ વચ્ચે મળેલ અપડેટ્સ

  • અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું છે કે હમાસે યુદ્ધવિરામના આગામી બે દિવસમાં 20 મહિલાઓ ઉપરાંત બાળકોને મુક્ત કરવાનું વચન આપ્યું છે.

ઇઝરાયલે કહ્યું છે કે તે આગામી બે દિવસમાં જ 60 પેલેસ્ટાઈનીઓને જેલમાંથી મુક્ત કરી દેશે.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે અચાન કેમ ઈઝરાયેલ પહોંચ્યા એલન મસ્ક? જાણો ગાઝા વિશે શું આપ્યું મોટું નિવેદન?