Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટી વતી રાષ્ટ્રપતિ પદના પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર તેમના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે. અમેરિકી શહેર ન્યૂ હેમ્પશાયરમાં એક રેલીને સંબોધતાં ટ્રમ્પે તેમના નિવેદનનું પુનરાવર્તન કરતાં કહ્યું છે કે દસ્તાવેજ વગરના ગેરકાયદેસર ઈમિગ્રન્ટ અમેરિકી લોહીમાં ઝેર ઘોળવાનું કામ કરી રહ્યા છે. 

ટ્રમ્પની નાઝીઓ સાથે થઈ તુલના 

ટ્રમ્પે સપ્ટેમ્બરમાં આ વાત કહી હતી જેને લઈને તેમની આકરી ટીકા થઇ હતી. ટ્રમ્પના આ નિવેદનને જેનોફોબિક અને નાઝી વિચારધારાથી પ્રેરિત ગણાવાયું હતું. ટ્રમ્પે કહ્યું કે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ દક્ષિણ અમેરિકા ઉપરાંત એશિયા અને આફ્રિકાથી અમેરિકામાં ઘૂસણખોરી કરી રહ્યા છે. તે આખી દુનિયાથી અમારા દેશમાં પ્રવેશી રહ્યા છે. તે અમારા દેશના લોહીમાં ઝેર ભેળવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ સપ્ટેમ્બર 2023ના અંતે એક વેબસાઇટને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો હતો. 

હિટલરથી પ્રેરિત હોવાની વાત 

ટ્રમ્પની આ ટિપ્પણી સામે યેલ યુનિવર્સિટીના પ્રોફેસર અને ફાસીવાદ અંગે પુસ્તક લખનારા જોનાથન સ્ટેનલીએ કહ્યું કે ટ્રમ્પ દ્વારા વારંવાર આ પ્રકારની ભાષાનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે. ટ્રમ્પના શબ્દો નાઝી નેતા એડોલ્ફ હિટલરના નિવેદનથી પ્રેરિત દેખાય છે. હિટલરના પુસ્તક મીન કેમ્ફ અનુસાર હિટલર પણ યહૂદીઓ માટે આ પ્રકારની ભાષા વાપરતો હતો. હિટલરે કહ્યું હતું કે યહૂદી જર્મનીના લોહીમાં ઝેર ભેળવવાનું કામ પણ કરી રહ્યા છે. 

અપ્રવાસીઓ માટે મુશ્કેલી ઊભી કરતા નિવેદનો 

સ્ટેનલીએ કહ્યું કે ટ્રમ્પ હવે ઈન્ટરવ્યૂ પછી રેલીઓમાં પણ આ પ્રકારના શબ્દો વાપરી રહ્યા છે. આવા ખતરનાક ભાષણના પુનરાવર્તનથી તે સામાન્ય બની જવા લાગે છે અને તેનો ઉપયોગ પણ વધવા લાગે છે. આ અમેરિકામાં ઈમિગ્રન્ટની સુરક્ષાના દ્રષ્ટિકોણથી ખૂબ ચિંતાજનક બાબત છે.