Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદમાં વર્ષ 2023માં ટ્રાફિક પોલીસે 15.18 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો છે. વર્ષ 2022માં પણ 15 કરોડનો આંકડો હતો. 2 વર્ષમાં અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમનો ભંગ કરીને 30 કરોડ રૂપિયા દંડ ભર્યો છે. આ વર્ષેની વાત કરવામાં આવે તો ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો છે.

અમદાવાદીઓ ટ્રાફિકના નિયમને લઈ બેદરકાર

અમદાવાદીઓ ટ્રાફિકના નિયમનનુ પાલન કરવામાં બેદરકાર બન્યા હોય તેવુ આ આંકડાઓ ઉપરથી જાણવા મળી રહ્યું છે. વર્ષ 2023માં 15.18 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. ત્યારે 2 વર્ષમાં ટ્રાફિક પોલીસે 30 કરોડ જેટલો દંડ વસુલ્યો છે. વર્ષ 2022 અને 2023 નો દંડ વસુલવાનો આંકડો સરખો હતો, પરંતુ ટ્રાફિક પોલીસે સૌથી વધુ ફોર વ્યહિલ ચાલક અને ભારે વાહનોને દંડ ફટકાર્યું છે. 

ક્યાં વર્ષે કેટલો દંડ વસૂલાયો

ટુ વ્હીલરની વાત કરીએ તો વર્ષ 2022માં 3.61 કરોડ જયારે 2023માં 4.87 કરોડ વસૂલાયો હતો. વર્ષ 2022માં 99 લાખ અને 96 લાખ 2023માં થ્રિ વ્હીલરનો દંડ વસુલયો હતો. 2022માં 10.61 કરોડ અને 2023માં 8.17 કરોડનો દંડ વસુલાયો હતો. ફોર વ્હીલરનો દંડ વર્ષ 2022માં 10.61 કરોડ જયારે 2023માં 8.17 કરોડ વસૂલાયો હતો. વર્ષ 2022માં 40 લાખ જ્યારે વર્ષ 2023માં 1.16 કરોડ વસુલયો હતો.

30 લોકોના મોત !

છેલ્લા એક વર્ષમાં 30 લોકોના ભારે વાહનોના કારણે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. જ્યારે 25થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. શહેરમાં છેલ્લા 6 મહિનાથી ભારે વાહનોથી અકસ્માત અને મોતના કિસ્સા વધ્યા હતા. જેથી ટ્રાફિક પોલીસે મોતના ગંભીર આંકડાને જોતા ભારે વાહનો પર નિયંત્રણ રાખવા માટે ડ્રાઈવ શરૂ કરી હતી. આ ડ્રાઈવ દરમિયાન ગયા વર્ષ કરતા વધુ દંડ ટ્રાફીક પોલીસે વસુલ કર્યો છે.  વર્ષ 2022માં 40 લાખ દંડ જ્યારે 2023ના વર્ષમાં 1.16 કરોડનો દંડ વસુલ કર્યો હતો.      

ટ્રાફિકના નિયમનને લઈ બેદરકારી

વર્ષ 2022માં 15 કરોડ બાદ ફરી વર્ષ 2023માં 15 કરોડનો દંડ ચૂકવીને અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમનને લઈને પોતાની બેદરકારી સ્પષ્ટ કરી છે. ટ્રાફિકના 33 જેટલા નિયમોને લઈને દંડ વસુલ કરવામા આવ તો હોય છે. હજુ પણ ઈ મેમોના કરોડો રૂપિયાના દંડ ઉઘરાવવાના બાકી છે. જેનાથી હવે ટ્રાફિક પોલીસે વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: વડોદરા કોર્પોરેશનની બાકી વેરા ઉપર વ્યાજ વળતરની યોજના આજથી શરૂ થઈ