Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાતમા ઔધોગિક વિસ્તારમા ઝેરી ગેસ લિકેજની ઘટના એ સામન્ય બનતી જાય છે. ત્યારે આવી જ એક ઘટના ખંભાતની રોહન ડાઈઝ કંપનીમાં બની જેમા ગેસ બોટલમાંથી લિકેજ થતા અફડાતફડી મચી ગયો હતો. તો બીજી તરફ ગેસ લિકેજની અસરથી શાળામા બાળકોને રજા આપી દેવાઈ, ઘટનાની જાણ થતા GPCBના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબુમા લેવાનો પ્રયત્ન કર્યો હતો. તો મામલતદારે પણ આ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી

રોહન ડાઈઝ કંપનીમા ઝેરી ગેસ લિકેજ

ખંભાતમા આજે સવારના સમયે રોહન ડાઈઝ કંપનીમા ગેસ લિકેજ થવાની ઘટના બની હતી. આ ઘટના બનતા જ આસપાસના ગ્રામજનો કંપની પાસે દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર વાત કરીએ તો આજે વહેલી સવારે વેસલમાં ભરેલા કલોરો ગેસ બોટલ માંથી ગેસ લિકેજની ઘટના બની હતી.  જેના કારણે કલમસરના જેતપૂરા, પંડોરિયાપૂરા, જહાંગીરપૂરા, બાજીપૂરા, સહિતના ગામોમાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફેકટરી સામે રોષ દાખલ કરવામાં આવ્યો હતો. તો શાળામા વિધાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે રજા જાહેર કરી દેવામા આવી હતી.

સ્થાનિકોનો આક્ષેપ

મળતી માહિતી અનુસાર વાત કરીએ તો સ્થાનિકોનુ કહેવુ છે કે, આ ગેસ લિકેજના કારણે સજીવો, ખેતી સહિતને ભારે માત્રામા નુકસાન થઈ રહયુ છે અને સાથે જ તેમના સ્વાસ્થયને પણ અસર થઈ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ એ પણ છે કે GPCBમા અગાઉ પણ કંપનીને લઈ રજૂઆત કરવામાં આવી હતી. પણ હજી સુધી કોઈ પગલા કે કોઈ દંડનીય કાર્યવાહી કરાઇ નથી. ત્યારે શુ અધિકારીઓને આ બાબતે કોઈ રસ જ નથી? કે બાદ અધિકારીઓ કંપની સામે પગલા ભરવામા પીછે હઠ કરી રહયા છે તે પણ એક સવાલ છે.

જવાબદારો સામે કોણ લેશે પગલા

ગેસ લિકેજ થયા બાદ તંત્ર દ્રારા પગલા લેવાયા છે કે નહી કે બાદ, કોઈ કાર્યવાહી જ કરી નથી હોતી? અને આનો ભોગ આસપાસના ગામડાના સ્થાનિકો બને છે. જો કંપનીની અંદર કોઈ કામદાર પણ આ ગેસ લિકેજનો ભોગ બન્યો હોત તો શુ ફેકટરીને સિલ કરવામા આવે કે ના આવે? તો બીજી તરફ GPCBના અધિકારીઓ આવી ફેકટરીઓ સામે પગલા ભરે તે જરૂરી બન્યુ છે. જો GPCB પગલા નહી ભરે તો ગ્રામજનોની સમસ્યા ત્યાની ત્યાજ રહેશે માટે તંત્ર એ જરૂરી પગલા ભરવા જરૂરી છે.

આ પણ વાંચો : રાજકોટ સિવિલમાં મોતિયાના ઓપરેશન પછી દેખાવાનું બંધ થયાનો આક્ષેપ