Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

122 એકરમાં ફેલાયેલા અક્ષરધામ ના ઉદ્ઘાટન સમારોહમાં સમગ્ર વિશ્વમાંથી સૌથી વધારે ધર્મગુરુ અને પ્રતિનિધિઓની વિશેષ હાજરી રહેશે

અમેરિકાની ધરતી પર ભવ્ય અક્ષરધામ બનાવવા બદલ ન્યુજર્સી કોંગ્રેસ મેને બીએપીએસ અને ભારતનો આભાર માન્યો

બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા દ્વારા ન્યુ જર્સીના રોબિન્સેમાં આજે ભવ્ય અક્ષરધામનું મહંત સ્વામી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સાથે જ રોબિન્સ વિલે અક્ષરધામ વિશ્વના બીજા નંબરનું સૌથી મોટું મંદિર બની જશે. અમેરિકામાં યોજાનારા આ સમારોહમાં ભારતમાંથી 50થી વધુ મોટા ધર્મ ગુરુઓ વિશેષ ઉપસ્થિત રહેશે તો બીજા 50થી વધુ ધર્મગુરુ સમગ્ર વિશ્વમાંથી આવશે. આમ આ સમારો હ આધ્યાત્મિકતાનો મેળો બની રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા અક્ષરધામના નિર્માણનું સ્વપ્ન જોવામાં આવ્યું હતું. જે હવે સાકાર થયું છે. આ મંદિરની વિશેષ વાત એ છે કે હરિભક્તોએ સેવાય યજ્ઞ દ્વારા આ મંદિરનું નિર્માણ કર્યું છે. તેમજ ભારતીય પરંપર અને અનુસરીને મંદિરમાં બારીકાઈ પૂર્વક કામકાજ કરવામાં આવ્યું છે. અક્ષરધામના ઉદ્ઘાટન પૂર્વે નવ દિવસનો અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે .

અંતર્ગત શુક્રવારે યોજાયેલા કાર્યક્રમમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના આધ્યાત્મિક વડા રાકેશજી, વોશિંગ્ટન ડીસીમાં આવેલી બાહરીન કિંગડમના ડેપ્યુટી એમ્બેસેડર યુસુફ અહેમદ, તેમજ ન્યુજર્સીના કોંગ્રસમેન જેફ વૈન ડુ સહિતના અગ્રણી હાજર રહ્યા હતા. જેમાં રાકેશજીએ કહ્યું હતું કે પ્રખુખ સ્વામી મહારાજ આધ્યાત્મિક મૂલ્યોમાં બાંધછોડ કરતા નહોતા. અને અક્ષરધામની ભવ્યતા તેની નિશાની છે. તો ન્યુજર્સીના કોંગ્રસમેન જેફ વૈન ડુ એ કહ્યુ કે અક્ષરધામ માત્ર ન્યુજર્સી માટે જ નહી પરંતુ, સમગ્ર અમેરિકા માટે ગર્વની બાબત છે. આ માટે હું બીએસપીએસનો આભાર માનું છું. ઉલ્લેખનીય છે કે અક્ષરધામના ઉદ્દઘાટનનું લાઇવ ટેલિકાસ્ટ ભારતીય સમય પ્રમાણે સાંજના છ વાગ્યાથી રાતના સાડા નવ વાગ્યા સુધી કરવામાં આવશે.  સાથેસાથે અમેરિકા ખાતે પણ હજારો ભાવિકો પણ  વિશેષ હાજર રહેશે.

અક્ષરધામમાં ભારતીય હિન્દુ સનાતન પરંપરાના પૂજનીય દેવી-દેવતાઓની મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રીરામ, સીતા માતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિમા, શંકર પાર્વતી કાર્તિકી અને ગણેશજીની પ્રતિમા, તિરુપતિ બાલાજીની તેમજ રાધાકૃષ્ણની પ્રતિમાનું સ્થાપન કરાશે. આ ઉપરાંત બીએપીએસની આધ્યાત્મિક પરંપરા ના ગુરુઓની મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : ઇઝરાયલના હુમલા પછી ઘર છોડીને લોકો શેલ્ટર હોમમાં શરણ લેવા મજબૂર