Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદમાં વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રમવાની છે ત્યારે તેને લઇને લોકોમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. લાખો પ્રેક્ષકોની સુરક્ષાને લઇને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્રે અમદાવાદના લોખંડી બંદોબસ્તની વાત કરવામાં આવે તો સ્ટેડિયમમાં 4 હજાર જેટલા પોલીસકર્મીઓ સુરક્ષામાં તૈનાત કરવામાં આવી છે. જ્યારે શહેરના અન્ય રસ્તાઓ પર પણ 5 હજાર પોલીસકર્મીઓ જોવા મળી રહ્યા છે.

મેચની ઉજવણીને લઇને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવી છે. સ્ટેડિયમમાં 1 IG, 20 ACP, 145 PSI  સાથે 13 DCP સુરક્ષામાં તૈનાત કરાયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 2800 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ સમગ્ર શહેરની વાત કરવામાં આવે તો 4 IGP, 27 ACP, 230 PSI તૈનાત રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં શહેરમાં ટ્રાફિક પોલીસમાં 1 IGP, 11 ACP, 36 PSI સુરક્ષામાં તૈનાત રહેશે.

જનપથથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટથી લઈ કૃપા રેસિડેન્સી થઈને મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રાખવામાં આવશે. જેનો ડાયવર્ઝન માર્ગ તરીકે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા અને પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય માર્ગ કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈને ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકે તેવું આયોજન કરાયું છે.

આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ત્યારે આ સ્ટેડિયમમાં 1 લાખથી પણ વધુ દર્શકો મેચ નીહાળવા આવવાના છે. જેને લઈને અમદાવાદના ઘણા રસ્તાઓ સવારે 11 વાગ્યાથી લઈ રાતે 12 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે, જે ફાઈનલ મેચને લઈને સવારે 6.20થી લઈ રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો ચાલુ રહશે. જેમાં મુસાફરોને દર 12 મિનિટે મેટ્રો મળી રહે તે રીતે ચાલુ રાખવામાં આવશે. જેમાં ખાસ સુવિધામાં ફેરફાર કરાયો છે કે, પ્લાસ્ટિકની ટોકનની જગ્યા એ મુસાફરોને પેપરની ટિકિટ આપવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદમાં આવતી કાલે આ રસ્તાઓ રહેશે બંધ, રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો, AMTS અને BRTS દોડશે