Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના આરોગ્ય વિભાગના જુદા જુદા વિસ્તારોમાં 40 અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને 3 અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કાર્યરત છે જેમાંથી 26 અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સના નવા મકાન તૈયાર થઈ ચૂક્યા છે. તાજેતરમાં 2.72 કરોડના ખર્ચે ગોત્રીમાં બે અને મકરપુરામાં એક અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

તેમાં ગોત્રી ટી.પી. 60, એફ.પી.140 ખાતે  92 લાખના ખર્ચે, ગોકુળ નગર, ગોત્રી, ટી.પી. 60, એફ.પી.124 ખાતે  92 લાખના ખર્ચે તથા મક૨પુરા રે.સર્વે નં.234 ખાતે 88 લાખના ખર્ચે આ ત્રણ નવા અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર શરૂ થયા છે. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ શહેરમાં આરોગ્ય સેવા વધારવા આંતર માળખાકીય સુવિધા વધારવામાં આવી રહી છે કોર્પોરેશન જે 40 નવા અર્બન હેલ્થ સેન્ટરના બિલ્ડીંગ તૈયાર કરવાનું છે તેમાં આ ત્રણ સહિત 26 તૈયાર થઈ ચૂક્યા છે જેનું મહેકમ અને ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા મળેલું છે તે ઉપરાંત 74 અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવાના છે. તેમાં પણ 74 ડોક્ટરો ઉપલબ્ધ રહેશે. અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર ૫૨ સામાન્ય નાગરિકોને મળતી આરોગ્યલક્ષી સેવાઓ જેવી કે ઓ.પી.ડી.સા૨વા૨, લેબોરેટરી તપાસ, માતા આરોગ્ય સારવાર, બાળ આરોગ્ય/શાળા આરોગ્ય સારવાર, રાષ્ટ્રીય પરિવાર નિયોજન, ટી.બી.ની સારવાર ઉપરાંત કુપોષણ મુક્ત ગુજરાત અંતર્ગત 0-6 વર્ષના તમામ બાળકોની તપાસ તથા સા૨વા૨, બિન ચેપી રોગો, મફત લોહી પેશાબની તપાસ(ડાયાબિટીસ) તથા મફત બ્લડ પ્રેસર તપાસ (હાયપરટેન્શન) જેવી સારવાર તમામ નાગરિકો માટે ઉપલબ્ધ પણ રહેશે.

આ પણ વાંચો: વડોદરામાં ઉત્તરાયણ નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન હેઠળ સાત એમ્બ્યુલન્સ ફાળવી