Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

નવા બંધારણીય સુધારાના પગલે ચૂંટણી પર સૌની મીટ

- ઉદ્યોગપતિઓએ સીધા જ ઉમેદવારી નોંધાવવામાં રસ દાખવ્યો

 

સરકાર અને ઉદ્યોગપતિઓની માનીતી ગણાતી ગુજરાત ચેમ્બરમાં ફરી એક વખત ચૂંટણીનો જંગ જામવાનો છે જેના પગલે વધુ એક વખત નાના વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓએ ચેમ્બરમાં રસ લેવાનું શરુ કર્યુ છે. ગુજરાત ચેમ્બરમાં 11 જુલાઈના રોજ મતદાન થવાનુ છે ત્યારે આ વખતે નવા બંધારણીય સુધારાના પગલે પણ સૌની મીટ આ ચૂંટણી પર મંડાયેલી છે. 

 

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન હોદ્દેદારોની મુદ્દત હવે પૂર્ણ થવામાં છે ત્યારે વધુ એક વખત ચેમ્બરમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રેસીડેન્ટ, સિનિયર વાઈસ પ્રેસીડેન્ટ, વાઈસ પ્રેસીડેન્ટ અને સેક્રેટરી સહિતની પોસ્ટ માટે આ ચૂંટણી ચોજાવા જઈ રહી છે. સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે રહેલા અજય પટેલ લેડરવાઈઝ પ્રેસિડેન્ટ બનશે અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ પદ સહિતની પોસ્ટ માટે ચૂંટણી યોજાશે. એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ પ્રેસિડેન્ટ બનવા જઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં તેમની ટીમમાં ક્યા નવા નામો ઉમેરાશે તે અંગે અત્યારથી જ ચેમ્બરના વર્તુળોમાં ગણગણાટ શરુ થઈ ગયો છે. જાેકે આ વખતે 12મી મેના રોજ મળેલી ચેમ્બરની ઈજીએમમાં ચેમ્બરના બંધારણમાં કેટલાક ખાસ સુધારા કરાયા છે જેના લીધે પણ આ વખતની ચૂંટણી રસપ્રદ બની રહેશે તેવુ ચેમ્બરના વર્તુળોનું માનવુ છે. ગુજરાત ચેમ્બરના મૂળ બંધારણ મુજબ કારોબારીમાં એક વર્ષ સભ્ય તરીકે રહ્યા પછી જ તે સભ્ય ચૂંટણી લડવા માટે સક્ષમ ગણાતો હતો. પરંતુ  12મી મેના રોજ મળેલી ઈજીએમમાં આ નિયમમાં સુધારો કરાયો. જે સભ્ય 1000 કરોડ રુપિયાથી વધુનુ વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક હોય અને ઓછામાં ઓછો પાંચ વર્ષનો ધંધાનો અનુભવ ધરાવતા હોય તેવા કોઈપણ સભ્ય સીધા જ વાઈસ પ્રેસિડેન્ટ તરીકેની ચૂંટણી લડી શકે. તે સભ્ય અથવા ઉદ્યોગપતિ સીધા જ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી શકે તેવો સુધારો ઈજીએમમાં કરાયો. આ સુધારાની સાથે સાથે એક નિયમ એવો પણ ઉમેરાયો કે આ પ્રકારે જાે કોઈ ઉદ્યોગપતિ ચૂંટણી લડવા અરજી કરે તો તેના નામ પર ચર્ચા કરવા માટે પાંચ પૂર્વ પ્રમુખોની એક સમિતિ બનાવવી. આ સમિતિ સમક્ષ તે નામ મુકવામાં આવે અને સમિતિ તેનો લેટર ઓફ સપોર્ટ આપે ત્યારબાદ તે ઉદ્યોગપિતનું નામ ચૂંટણી અધિકારી સમક્ષ જશે. તમામ દસ્તાવેજાે ચકાસ્યા બાદ ચૂંટણી અધિકારીનો ઉમેદવારી સંદર્ભે આખરી નિર્ણય ગણાશે.