Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો, ટ્રક અને બે કાર વચ્ચે થયો અકસ્માત, અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. અકસ્માતને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા.

 અનેક અકસ્માતની ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે . ત્યારે રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર એક ગંભીર અને દિલ કંપી જાય તેવો અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અને બે કાર વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના તે ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. અકસ્માતને કારણે હાઇવે પર ખૂબ જ ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના રાજકોટના માલીયાસણ પાસે બની હતી. જ્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

બીજી બાજુ વાત કરવામાં આવે તો, સુરતમાં મગતરા ગામમાં એક વિદ્યાર્થીઓનો ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાની ઘટના પણ સામે આવી છે. એક બોલેરો ગાડી રસ્તાની સાઈડમાં ઉતરી જતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. મારોઠા ગામના સરપંચ કમલેશ ચૌધરી તાત્કાલિક જ ઘટનાસ્થળે આવી પહોંચીને વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડ્યા હતા. ડાંગ જિલ્લાના સુબિર સ્કૂલના 11 વિદ્યાર્થીઓ જે આણંદ ખાતે ઇન્ટર સ્કૂલ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા હતા.

નોંધનીય વાત એ છે કે, ગઈકાલે જ પાટણમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પણ એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા હતા. પાટણના સાંતલપુર નજીક અકસ્માતમાં એક જ પરિવારના 4 વ્યક્તિના મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં પતિ-પત્ની અને 2 બાળકોના મુત્યુ થયા હતા. રસ્તા પરથી કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન જ અચાનકથી જંગલી પશુ વચ્ચે આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યું અને કાર પાણીના ખાડામાં ખાબકી ગઈ હતી.