Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઇઝરાયલ-હમાસ યુદ્ધની આગ માત્ર બંને દેશ વચ્ચે રહી નથી, પરંતુ તેની ચિનગારી વિશ્વના અન્ય ભાગોમાં ફેલાઇ છે. આ યુદ્ધને કારણે યુરોપના ઘણા દેશોમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે અને લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટનાઓમાં અનેક નિર્દોષ મોતને ભેટ્યા છે. હાલમાં જે સમાચાર આવી રહ્યા છે તેના અનુસાર ફ્રાન્સમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે નવા વર્ષ નિમિત્તે આતંકવાદી હુમલાની આશંકા છે. જેના કારણે ફ્રાન્સની સરકારે 90 હજાર સૈનિકો તૈનાત કર્યા છે અને સમગ્ર ફ્રાન્સને લશ્કરી છાવણીમાં ફેરવી દીધું છે.

આતંકવાદી ખતરાને લઈને ચિંતા કરી વ્યક્ત કરી

ફ્રેન્ચ અધિકારીઓએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નોંધપાત્ર આતંકવાદી ખતરા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આના પર ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાર્ડ ડારમાનિને સમારોહ દરમિયાન સુરક્ષા માટે સમગ્ર ફ્રાન્સમાં 90,000 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવાની વાત કરી હતી. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનમાં જે થઈ રહ્યું છે તેના કારણે ખૂબ મોટા આતંકવાદી હુમલાના ખતરાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જર્મનીમાં આતંકવાદી ષડયંત્રમાં વધારો થયો

ગાઝા સંઘર્ષ શરૂ થયો ત્યારથી જર્મનીમાં કથિત ત્રાસવાદી કાવતરાંમાં વધારો જોવા મળ્યો છે, જે સંભવિત ઇસ્લામિક સ્ટેટ (ISIS) હુમલાની ચિંતાને કારણે ક્રિસમસ પર કોલોન કેથેડ્રલને બંધ કરવા તરફ દોરી જાય છે. અરાસમાં કટ્ટરપંથી ભૂતપૂર્વ વિધાર્થી દ્વારા શિક્ષકની જીવલેણ હત્યા કરવામાં આવી હતી. હુમલા દરમિયાન તેણે અલ્લાહુ અકબરના નારા લગાવ્યા. ફ્રાન્સે ઓક્ટોબરના મધ્યમાં તેની આતંકવાદ વિરોધી ચેતવણી જારી કરી હતી. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાના એક સપ્તાહ પછી આ ઘટના બની છે.

આ પણ વાંચો: ચીની જાસૂસી બલૂન અમેરિકન ઈન્ટરનેટની મદદથી અમેરિકાની ગુપ્તચર માહિતી મોકલી રહ્યો