Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

તમિલનાડુમાં રહેતા એક વ્યક્તિનું ભાગ્ય એવું ખૂલ્યું કે રાતોરાત થઈ ગયો લખપતી. આ જોઇને દેશના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઉપરાંત તમિલનાડુના લોકો પણ જોતાં જ રહી ગયા. આ વ્યક્તિનું નામ મૃગેશ કુમાર નટરાજન છે. આ વ્યક્તિ જ્યારે યુએઇ ગયો ત્યારે ટેણે એક લોટરીની ગેમ રમી હતી. આ ગેમના ડ્રોમાં તેણે એક જેકપોટ જીત્યો છે. આ લોટરીની કિમત જાણીને તમને પણ આશ્ચર્ય થશે. મૃગેશ કુમાર નટરાજનને આ લોટરીની જીતમાં આગામી 25 વર્ષ સુધી દર મહિને રૂપિયા 5.5 લાખ મળશે. ઉપરાંત આ ભવ્ય પ્રાઈઝ જીતનાર તે UAE બહારનો પ્રથમ વ્યક્તિ પણ બન્યો છે. 

મૃગેશ કુમાર નટરાજન એક પ્રોજેક્ટ મેનેજર છે. તે કામ માટે 2019માં UAE ગયો હતો અને ત્યાં તે 4 વર્ષ સુધી રહ્યો હતો. તે આ વર્ષની શરૂઆતમાં પણ યુએઈમાં જ રહ્યો હતો. આ સમય દરમિયાન તેણે અમીરાત ડ્રોની 'FAST 5' ગ્રાન્ડ પ્રાઈઝ ગેમ રમી હતી. જેમાં તેને આ ભવ્ય પ્રાઈઝમાં દર મહિને જંગી રકમ મળશે. નટરાજન તમિલનાડુના અંબુરનો રહેવાસી છે. જ્યારે તેને એમિરેટ્સ ડ્રો તરફથી ફોન આવ્યો, જ્યારે તેને ખાતરી થઈ કે તે નવો વિજેતા બની ગયો છે. નટરાજન પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. 

નટરાજને તેમનું મોટાભાગનું જીવન તમિલનાડુના અંબુરમાં વિતાવ્યું છે. 2019થી આ વર્ષની શરૂઆતમાં યુએઇમાં તેની ચાર વર્ષની કાર્ય સોંપણી હતી જેણે ભાગ્યના નોંધપાત્ર વળાંક માટેનો તબક્કો સેટ કર્યો હતો. યુએઇની તેમની આ મુસાફરીએ તેમને શહેરમાં લોકપ્રિય બનાવ્યો છે.

એમિરેટ્સ ડ્રોના મેનેજિંગ પાર્ટનર મોહમ્મદ બેહરોઝિયન અલાવધીએ જણાવ્યું હતું કે,"અમારું વિઝન માત્ર રમતોથી આગળ વિસ્તરે છે; અમારું લક્ષ્ય વૈશ્વિક સ્તરે શક્ય તેટલા વધુ જીવનને સ્પર્શવા અને પરિવર્તન કરવાનો છે."

(Disclaimer: આપેલ માહિતી ન્યુઝ એજન્સીઓના ઈનપુટ દ્વારા આપવામાં આવી છે, અહી આપવામાં આવેલ માહિતીની અમે (New Gujarati News) પુષ્ટિ કરતા નથી)