Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ વિવિધ રસ્તાઓ બંઘ રહેશે તેમજ કેટલાક રસ્તાઓ માટે ડાયવર્ઝન અપાયું છે. આવતીકાલે અમદાવાદના આંગણે ફાઈનલ મેચ છે ત્યારે સવારે 11 વાગ્યાથી લઈ 12 વાગ્યાના સમય સુધી કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયું છે. 

જાણો કયા રસ્તાઓ બંધ રહેશે ?

જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રહેશે. જેનો ડાયવર્ઝન માર્ગ તરીકે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. અન્ય માર્ગ કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફથી પણ અવર-જવર કરી શકાશે.

મેટ્રો 1 વાગ્યા સુધી દોડશે

આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. ત્યારે આ સ્ટેડિયમમાં 1 લાખથી પણ વધુ દર્શકો મેચ નીહાળવા આવવાના છે. જેને લઈ અમદાવાદના કેટલાક રસ્તાઓ સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ફાઈનલ મેચને લઈ સવારે 6.20થી રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો દોડશે. જેમાં મુસાફરોને દર 12 મિનિટે મેટ્રો મળી રહેશે. જેમાં ખાસ સુવિધામાં એ ફેરફાર કરાયો છે કે પ્લાસ્ટિકની ટોકનની જગ્યાએ મુસાફરોને પેપરની ટિકિટ પણ અપાશે. 

BRTS અને  AMTS પણ 1 વાગ્યા સુધી દોડશે

રવિવારે ફાઈનલ મેચ છે ત્યારે AMTS અને BRTSની બસો સવારે 6 વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યા દોડશે. જેમાં BRTSની 91 બસો તથા AMTSની 119 બસો વિવિધ રૂટ પર દોડશે.

આ પણ વાંચો: ભારે ઘસારાને કારણે વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ કરાયું બંધ