Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રામ મંદિરની થીમ ઉપર મોંઘી કાર શણગારી છે. જેમાં યુવક ગાડી લઈને અયોધ્યા જશે. અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતના યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં અયોધ્યા શ્રી રામ મંદિરની થીમ ઉપર મોંઘી કારને શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે યુવક ગાડી લઈને 1400 કિલો મીટર કાપી અયોધ્યા જશે.

22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે

22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં તે હાજરી આપશે. સુરતના યુવાનોના દિલમાં ભગવાન શ્રી રામ વસ્યા છે. તેથી રામ મંદિરની થીમ ઉપર મોંઘી કાર શણગાર કરવામાં આવ્યા છે. તેમાંજ ગુઆર ગાડી ઉપર ચિત્રણ કરી રામ મંદિર થીમ તૈયાર કરવામાં આવી છે. સિદ્ધાર્થ દોશી નામના યુવકે આ ગાડી તૈયાર કરાવી છે. જેમાં ગાડી લઈને યુવક 1400 કિલો મીટર ગાડી ચલાવીને અયોધ્યા જશે અને 22મી જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તે હાજરી આપશે.

ગાડીને અનોખી રીતે શણગારતા લોકોમાં કુતૂહલ સર્જાયું

ગાડીને અનોખી રીતે શણગારતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ગાડીને જોવા એકઠા થઇ રહ્યાં છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વર્ષ 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે.  જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે. હવે સુરતથી યુવાન કાર લઇ અયોધ્યા પહોંચશે. 

આ પણ વાંચો:  અમદાવાદના 6 મિત્રો સાયકલ પર 1500 KM અંતર કાપીને 15 દિવસમાં પહોંચશે અયોધ્યા