Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વડોદરાના હરણી લેકમાં બનેલી દુર્ઘટના મામલે પીડિત પરિવારે SCના દ્વાર ખટખટાવ્યા છે. જેમાં પીડિત પરિવારોની સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે સ્કૂલ, VMC કમિશનર, કલેક્ટર સામે પગલાં લેવા માગ કરવામાં આવી છે.

પીડિત પરિવારોને 56 લાખ રૂપિયાની સહાય ચૂકવાઈ

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા દુર્ઘટના મામલે પીડિત પરિવારોને 56 લાખ રૂપિયાની સહાય ચૂકવાઈ છે. પ્રત્યેક મૃતકના પરિજનના ખાતામાં 4 લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. ત્યારે બે ઘાયલોને 50-50 હજાર લેખે એક લાખ ચૂકવામાં આવ્યા છે. 14 મૃતકોના સ્વજનોને 56 લાખ રૂપિયાની સહાય ચૂકવાઈ છે. મોરબી ઝુલતો પુલ દુર્ઘટનાના પીડિત પરિવારોની જાહેર હિતની અરજી પછી વડોદરા દુર્ઘટના પીડિત પરિવારોની સુપ્રીમ કોર્ટમા રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે.

એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે પીડિતોની રિટ સુપ્રિમમાં દાખલ

એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે પીડિતોની રિટ સુપ્રિમમાં દાખલ કરવામાં આવી છે. વડોદરા હરણી લેકમાં બનેલી દુર્ઘટનાના પીડિત પરિવારો એકત્રિત થઈને પહોંચ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટ કાયદા પ્રમાણે ભારે વળતર ચૂકવવા તથા સ્કૂલના જવાબદાર, VMC કમિશનર, વડોદરા કલેક્ટર અને સ્કૂલના ટ્રસ્ટીઓ અને આચાર્ય સામે પગલાં લેવા માગ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોટ હોનારતના મૃતકોના સ્વજનોને ખૂબ ઝડપથી સહાય ચૂકવવાનો આદેશ કર્યો હતો. એ બાદ 48 કલાકમાં જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકારે જાહેર કરી સહાયની સીધી જ બેંક ખાતામાં ચુકવણી કરી દેવામાં આવી છે. 14 મૃતકોના પરિવારજનોને 56 લાખ અને બે ઘાયલોને 50- 50 હજાર લેખે એક લાખ રૂપિયા ચૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હૃદય બંધ થયા, લોકોમાં ચકચાર મચી