Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હાલમાં અમદાવાદમાં કેમિસ્ટ એસોસિયેશન સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. તેઓએ લોકોને યોગ્ય ગુણવત્તાની દવાઓ આપવા માટે આહ્વાહન કર્યું હતું. તો ચાલો જાણીએ તેઓએ આ સંમેલનમાં શું અપીલ કરી છે. 

આવતા સમયમાં ભારત દવાના વેપારમાં અગ્રેસર બનશે

આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે, ભારત આવનારા સમયમાં દવાના વેપારમાં અગ્રેસર બનશે અને તેમાં ગુજરાતનો રોલ મહત્ત્વનો રહેશે. તેઓએ કહ્યુ છે કે આપણે ત્યાંથી દવાઓ વિદેશમાં જઈ રહી છે. તમે લોકો નસીબદાર છો કે તમને સેવાનો મોકો મળ્યો છે. કોરોના સમયમાં પણ ભારતે મોટું યોગદાન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રહીને તમામ કામ કર્યું છે. આ કાર્યક્રમમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર, જરાત કેમિસ્ટ એસો.ના પ્રમુખ સહિત હોદ્દેદારો સહિતના અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને આ સિવાય દવા બજાર સાથે જોડાયેલા વેપારીઓ મોટી સંખ્યામાં પણ હાજર રહ્યા હતા.

આરોગ્યની ત્રીજી સૌથી મોટી કડી એ દવાબજાર 

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમના સંબોધનમાં કહ્યું છે કે નદીના પ્રવાહની જેમ આપણે ધંધા રોજગારમાં આગળ વધી રહ્યા છે. આરોગ્યની ત્રીજી સૌથી મોટી કડી જે દવાબજાર છે. નશાકારક દવાના વેચાણ અંગે તેઓએ કહ્યું કે વેપાર માપમાં કરવો પણ સારો કરવો. દેશને નુકસાન થાય તેવી દવા ન વેચાય તે જરૂરી છે. આ સિવાય તેઓએ  અપીલ કરી છે કે વેપારીઓ નુકસાનકારક દવા ન વેચે તેવી વિનંતી કરાઈ છે. તેમણે એમ પણ કહ્યું છે કે દવા માટે બરાબર છે પણ નશા માટે નહીં. આ એકમાત્ર વેપાર છે જ્યાં નફો કમાવા કાયદો છે. લાયસન્સ વગરનો ધંધો થાય તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે. NDPS, કોવિડ 19 સહિતની દવાઓ વેચાઈ રહી છે. તો વધારે નફાની લાલચમાં આવો વેપાર કરાય છે. તંત્ર સાથે તમારો સહકાર જરૂરી છે.

આ પણ વાંચો: સોમ અને મંગળવારે કમોસમી વરસાદની શક્યતાને પગલે તંત્રને સાબદું કરાયું