Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હાઈકોર્ટે પાંચેય આરોપી પાસે જવાબ માગ્યો

મોટેરા આશ્રમમાં દુષ્કર્મનો મામલો

રાજ્ય સરકારે આસારામની પત્ની, દિકરી અને અનુયાયીઓને નિર્દોષ છોડવાના ગાંધીનગર સેશન્સ કોર્ટના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો

ગાંધીનગર સેશન્સ કોર્ટે આ કેસમાં પાંચેય આરોપીઓને નિર્દોષ છોડેલા

સુરતની યુવતી સાથે મોટેરા આશ્રમમાં દુષ્કર્મ આચરવાના કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામના પત્ની લક્ષ્મી, દિકરી ભારતી અને અન્ય ત્રણ અનુયાયીઓ ( ધ્રુવ, નિર્મલા લાલવાણી ઉર્ફે ઢેલ, મીરાબેન કાલવાણી ઉર્ફે બગલો) ને નિર્દોષ છોડતા તેની સામે રાજ્ય  સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી છે. 29 દિવસના વિલંબ સાથે થયેલી આ અરજીને હાઈકોર્ટે એડમિટ કરી છે. હાઈકોર્ટે પાંચેય આરોપીઓ પાસે જવાબ માગ્યો છે. આ કેસની વધુ સુનાવણી બીજી ઓગષ્ટે હાથ ધરાશે. રાજ્ય સરકારે 29 દિવસના વિલંબને ગ્રાહ્ય રાખવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરેલી. જેને હાઈકોર્ટે માન્ય રાખી હતી.

કેસની વિગત જોઈએ તો, સુરતની યુવતી સાથે મોટેરા આશ્રમમાં દુષ્કર્મ આચરવાના કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે ચાલુ વર્ષે 31 જાન્યુઆરીના રોજ આસારામને આજીવન કેદની સજા ફટકારેલી. જ્યારે આ પાંચેય આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. મહત્વનુ છે કે ગાંધીનગર સેશન્સ કોર્ટના હુકમ સામે આસારામે હાઈકોર્ટમાં અપીલ કરેલી છે. જેમાં, તેણે સજા મોકુફીની માગ કરેલી. જો કે, હાઈકોર્ટે તેને ગ્રાહ્ય રાખી ન હતી.

આ કેસમાં આસારામ પર આરોપ હતો કે તેણે વર્ષ 2001માં સુરતની યુવતી સાથે મોટેરામાં દુષ્કર્મ આચરેલી. જ્યારે પિડીતાની બહેન સાથે આસારામના પુત્ર નારાયણ સાંઈએ પણ દુષ્કર્મ આચરેલુ. આ કેસમાં 06-10-2013ના રોજ પોલીસ ફરિયાદ થયેલી. સુરત પોલીસે આ કેસને ચાંદખેડા પોલીસ સ્ટેશનને ટ્રાંસફર કર્યો હતો, કારણ કે આ ગુનો ચાંદખેડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આચરાયો હતો. આ બંને આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટ આજીવન કેદની સજા ફટકારેલી છે. આ ઉપરાંત, જોધપુરની પોક્સો કોર્ટે પણ  આસારામને આજીવન કેદની સજા ફટકારેલી છે.

આ પણ વાંચો : દેખાવોની મંજૂરી ન આપવા અંગે હાઈકોર્ટની સરકારને ટકોર: જવાબદારીથી ભાગે નહીં, નિયમો અપલોડ કરવાનુ કામ કરવુ પડશે