Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક વધારો થયો છે. જેમાં નલિયામાં સૌથી ઓછું 8 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમાં રાજકોટમાં 10 ડિગ્રી, કેશોદ અને ડિસામાં 11 ડિગ્રી તથા કંડલામાં 12 ડિગ્રી અને ભુજમાં 13 ડિગ્રી તાપમાન રહ્યું છે. પાટનગર ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન છે.

અમદાવાદ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં 14 ડિગ્રી

અમદાવાદ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં 14 ડિગ્રી તથા વડોદરા, ભાવનગર અને દિવમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, ભાવનગર,બોટાદ, છોટાઉદેપુર, જામનગર, જુનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ પાટણ અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 10 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન

બીજી તરફ ગીર સોમનાથ,નવસારી, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ડાંગ, કચ્છ, મોરબી, નર્મદા અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમરેલી, ભરુચ, ડાંગ, પોરબંદર, સુરત, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.