Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વર્ષ 2021માં શાહપુરમાં વૃદ્ધની હત્યાનો મામલો

સેશન્સ કોર્ટે દોષિતને આજીવન કેદની સજા ફટકારી

અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં વર્ષ ૨૦૨૧માં પાર્કિંગ મુદ્દેના ઝઘડામાં વચ્ચે પડેલા વૃદ્ધની હત્યા કરનાર આરોપી મોહમંદ ઇલીયાસ શાબીરહુસૈન શેખને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યું છે કે, ફરિયાદપક્ષનો આખોય કેસ નિઃશંકાપણે પુરવાર થાય છે, સાક્ષીઓએ આરોપીને ઓળખી બતાવ્યો છે. નજીવી તકરારમાં વૃદ્ધ વ્યકિતની કરપીણ હત્યા કરાઇ છે ત્યારે જો આરોપી સામે કૂણું વલણ દાખવવામાં આવે તો લોકોમાં કાયદાનો કોઇ ડર રહેશે નહીં. આવા ગંભીર ગુનાના આરોપીને જન્મટીપની મહત્તમ સજા કરવી ન્યાયોચિત લેખાશે.

સુનાવણી દરમિયાન, સરકારન વકીલની રજૂઆત હતી કે, શહેરના શાહપુર વિસ્તારમાં રહેતા ગુલામઅલી ગુલામકાદર શેખ 29-06-2021ના રોજ રાત્રે પોતાના ઘર પાસે બેઠા હતા. ત્યારે ત્યાં વાહન પાર્કિગ કરવા બાબતે મોહમદ ઇલીયાસ શાબીરહુસેન શેખ બોલચાલ કરી રહ્યો હતો. પાર્કિંગને લઇ થયેલી તકરારમાં મામલો શાંત પાડવા માટે વૃદ્ધ ગુલામઅલી વચ્ચે પડયા હતા. ત્યારે ઉશ્કેરાયેલા આરોપી મોહમદ ઇલીયાસે ગુલામઅલી પર હુમલો કરીને ઘાયલ કરેલા અને બાદમાં તેમનુ મૃત્યુ થયુ હતુ. આ મામલે મૃતકના પુત્રએ શાહપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

સરકારે સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી આરોપીને સખતમાં સખત સજા ફટકારવાની રજૂઆત કરેલી. સરકારની રજૂઆત હતી કે, આરોપીએ નજીવી તકરારમાં નિર્દોષ વૃધ્ધ વ્યકિતની હત્યા કરી છે. સમાજમાં આવા બનાવોને ગંભીરતાથી લેવાવા જોઇએ. આવા આરોપીઓને જો સમાજમાં ખુલ્લા છોડવામાં આવે તો સમાજમાં નિર્દોષ નાગરિકોની સુરક્ષા જોખમાશે. ફરિયાદપક્ષનો સમગ્ર કેસ નિશંકપણે પુરવાર થાય છે તે જોતાં કોર્ટે સમાજમાં આવા આરોપીઓમાં કાયદાનો ડર રહે તે પ્રકારે સબક સમાન સજા ફટકારવી જોઇએ.

આ પણ વાંચો : આનંદનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈની જામીન અરજી કોર્ટે ફગાવી