Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આપણા ગુજરાતમાં અનેક વાર આપણે સ્લોગનો સાંભળ્યા હશે કે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત પરંતુ શું ખરેખર ગુજરાતમાં બાળકોને ભણવા માટે પૂરતી સગવડ છે કે નહીં આ સવાલને મનમાં લઇ NGN ન્યુઝ આવી પહોંચ્યું છે. કલોલ હાઇવે પર આવેલી ધમાસણા ગામમાં આવેલી પ્રાથમિક શાળા ખૂબ જ ખરાબ હાલતમાં છે. આ ગામમાં પ્રાથમિક શાળા તો છે પરંતુ બિસ્માર જેવી હાલતમાં આખી શાળામાં માત્ર ત્રણ જ વર્ગખંડ સાજા છે કે જેમાં બેસી અને બાળકો અભ્યાસ લઈ શકે છે. બીજા તમામ વર્ગખંડ જર્જરી હાલતમાં છે કે જેથી આ વર્ગખંડમાં જો બાળકો બેસે તો ઓરડાની છત પાડવાનો ભય રહે અને જેના કારણે બાળકોને ઇજાઓ પણ થઈ શકે તેમ છે.


જેના કારણે આ તમામ વર્ગખંડો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે અને બાળકોને બીજા વર્ગખંડોમાં બેસાડી અને ભણાવવામાં આવે છે અથવા તો બીજા બાળકોને બહાર ખુલ્લામાં બેસાડી અને ભણાવાય છે. આ શાળા બે પાલીમાં ચાલે છે સવારે સાત થી 12 જેમાં એક થી પાંચના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને બપોરે 12 થી છ માં છ થી નવ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ તમામ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે શાળાએ જ્યારે આવે છે ત્યારે શાળાનું ગેટ અડધું ખૂલે તેવી હાલતમાં હોય જ છે કારણ કે જો તે ગેટની પૂરેપૂરો ખોલવામાં આવે તો તે ગેટ પડી જાય તેમ છે. જેના કારણે વિદ્યાર્થીઓ દીવાલો કૂદી અને શાળામાં આવે છે. જો આવનારા દિવસમાં કોઈ વિદ્યાર્થીને દિવાલ બાંધતા કે આવા જર્જરીથી ગેટમાંથી પ્રવેશ થતાં કોઈ ઈજા પામે તો આ બાળકોની જવાબદારી કોણ લેશે તે સવાલ ઊભો થાય છે.