Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વડોદરામાં રહેતા એક યુવકે સેમી કંડકટર હીરા ઉદ્યોગના ક્ષેત્રમાં મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. 18 વર્ષીય આર્યવીર નાયર ભારતમાં એક માત્ર એવો યુવક છે,જેણે સેમી કંડકટર ગ્રેડ ડાયમંડનું પણ ઉત્પાદન કરતું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. ફેક્ટરીમાં તૈયાર થતી સેમી કંડકટર ડાયમંડની ચિપનો પણ અંદાજે 1200 ડોલર ભાવ ચાલી રહ્યો છે. હાલમાં જ તેમણે ચીનમાં 80 ચિપ્સના ઓર્ડર પ્રમાણે મોકલ્યા છે.

આમ તો ગુજરાતમાં આવેલ સુરત શહેર હીરાને લઈને વિશ્વ સ્તરે પ્રસિદ્ધ છે. અહીંનાં હીરા ઘણા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. પરંતુ હવે ટ્રેન્ડ બદલાય તો નવાઈ નથી. કારણ કે વડોદરા શહેરમાં રહેતા 18 વર્ષના એક યુવકે ડાયમંડનું ઉત્પાદન કરતું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. કેમિકલ વેકર ડેપોઝિશનની મદદથી તેને સેમી - કંડકટર ગ્રેડ ડાયમંડનું ઉત્પાદન પણ કરે છે. આ પદ્ધતિની મદદથી તેને સેમી-કંડકટર ગ્રેડ હીરાની ચિપ તૈયાર કરી છે. તેને ટેકનોલોજી ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ પણ કહી શકાય છે.

આ ઉત્પાદન દ્વારા તૈયાર થતી ચિપ્સનું ફિનિશિંગ કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. જેને તૈયાર કરતા આશરે 1 મહિનાનો સમય લાગે છે. અહીં તૈયાર થતી સેમી કંડકટર ચિપનીં કિંમત 1200 ડોલર છે. ઉલ્લેખનીય વાત એ છે કે, દેશને સેમી કંડકટર ઈન્ડસ્ટ્રીમાં ચાઈના અને જાપાન પર ડિપેન્ડ રહેવું પડે છે.જે ભવિષ્યમાં દૂર થાય તો નવાઈ નહીં કેમ કે આ ઈન્ડસ્ટ્રી ભારતમાં પણ આર્યવીર જેવા યુવાનોની મહેનતથી જ વિકાસ પામી રહી છે.

આ ચીપ -10 થી +50 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે છે.

સિંગલ ક્ટિલીન સ્વરૂપમાં ડાયમંડનો સીધો ઉપયોગ કરીને સેમિકન્ડક્ટર તરીકે થઈ શકે છે, કેમ કે તે સિલિકોનને 23,000 ગણા , GN 120 ના પરિબળથી અને SiC 40ના પરિબળથી આગળ કરે છે. કાર્બન સીડમાંથી સેમિકન્ડક્ટર ગ્રેડ ડાયમંડ બને છે, જે -10 થી 50 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે તેમ છે. એનું સંચાલન વડોદરાથી થાય છે અને તેનું ઉત્પાદન સુરત ખાતે એક ફેક્ટરીમાં કરવામાં આવી રહ્યું છે.

આ સેમી કંડકટર ચિપનો ઉપયોગ મોબાઈલ ,સેટેલાઈટ સ્માર્ટ વોચ, 5G કોમ્યુનિકેશનમાં ઉપયોગ થાય છે. ભવિષ્યમાં આર્યવીરની કંપની એરિયન ઈન્ટરનેશનલ એલએલપીએ આ ચિપ ઈસરો અને નાસાને પણ સપ્લાય કરાશે. જે કોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ લાવે તો નવાઈ ની વાત નથી.

આર્યવીર નાયર દ્વારા સ્થાપિત કરાયેલ AYrian International LLP ને એશિયા વન - ગ્રેટેસ્ટ બ્રાન્ડસ એન્ડ લીડર્સ 2023 દ્વારા બેસ્ટ ઇમર્જિંગ ટેક સ્ટાર્ટ અપ 2023 કેટેગરી હેઠળ નામાંકિત કરવામાં આવ્યું છે. ઉપરાંત એમ.એસ. યુનિવર્સિટીમાં કરાયેલ રિસર્યને પગલે યુનિવર્સિટી દ્વારા સૌથી યંગેસ્ટ રિસર્ચ સ્કુટનો લેટર ઓફ રેકગ્નિશન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં આમળાનુ જ્યુસ કઢાવવા પડાપડી, શિયાળામાં છે ધીકતો ધંધો