Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

યુવા વિદ્યાર્થીઓના ભવિષ્યનો આધાર અધિકારીઓના હાથમાં છે, ત્યારે તેમણે ધ્યાન રાખવુ જોઈએ- હાઈકોર્ટ

બે રમતવીર વિદ્યાર્થિનીઓના ભાવિને અંધકારમય બનાવવાના જિલ્લાસ્તરના સ્પોર્ટ્સ સ્કુલના ડાયરેક્ટરના મનસ્વી નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો

ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ છતાં, ડાયરેક્ટરે અહંકારમય નિર્ણય લઈને બંને વિદ્યાર્થિનીઓના પ્રવેશ રદ કરેલા

ખેલ મહાકુંભમાં રમત-ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી સગીર વયની બે રમતવીર છોકરીઓનો શાળાકીય પ્રવેશ રદ કરવાના ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના ડાયરેકટરના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો હતો અને અરજદારને ફરીથી શાળામાં પ્રવેશ આપવા હુકમ કર્યો હતો. બે પૈકીની એક છોકરીને કેસની સુનાવણી દરમ્યાન પ્રવેશ આપી દેવાયો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતુ કેયંગ સ્ટુડન્ટ્સનું ભાવિ આવા સત્તાવાળાઓના હાથમાં હોય છે ત્યારે કુદરતી ન્યાયના સિધ્ધાંતની બાબતને ધ્યાનમાં રાખવી જોઇએ.

અરજદારના વકીલની રજૂઆત હતી કે, બંને અરજદારો ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ સ્કીમ અંતર્ગત પંસદગી પામી હતી અને તેને પગલે બંનેને જય ઇન્ટરનેશનલ સ્કૂલરાજકોટમાં પ્રવેશ અપાયો હતો. આ બંને વિદ્યાર્થીનીઓને ખેલ મહાકુંભ સ્પોર્ટ્સ કોમ્પીટીશન મારફતે યંગ ટેલેન્ટ તરીકે અલગ તારવવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯માં તેમના ઉત્કૃષ્ટ પરફોર્મન્સના આધારે ખેલ મહાકુંભમાં વિજેતા જાહેર થતાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા તેમની પસંદગી કરાઈ હતી. ત્યારબાદ બંને અરજદારને અનુક્રમે ધોરણ-૪ અને ધોરણ-૩માં સીધો પ્રવેશ આપી દેવાયો હતો. જો કેઅચાનક 0૬-0૫-૨૦૨૨ અને 0૬-0૯-૨૦૨૨ના પત્રથી ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના ડાયરેકટર દ્વારા બંને અરજદારને સાંભળ્યા વિના કે સુનાવણીની તક આપ્યા વિના કાઢી મૂકવા હુકમ કરેલો.  જેને પગલે બંને છોકરીઓને ધોરણ-૯ અને ધોરણ-૭માં અધૂરા શૈક્ષણિક સત્રની વચ્ચે જ અભ્યાસ છોડાવી દીધો હતો.

અરજદાર વિદ્યાર્થીનીઓ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કેસ્પોર્ટસ ઓથોરીટી જારી ડીએલએસએસ સ્કીમ એ બહુ અપ્રતિમ અને સુંદર યોજના છે કેજેનાથી રમતગમત ક્ષેત્રના યંગ ટેલેન્ટ અને કૌશલ્યને બહાર લાવી શકાય અને તેમને રાજયની સારી સ્કૂલોમાં શિક્ષણમાં પણ સ્થાન આપી શકાય. ડાયરેકટરનો ઉપરોકત નિર્ણય સ્કૂલ અને કોચની ભલામણના આધારે લેવાયો હતો અને તેમનો પ્રવેશ રદ કરાયો હતો. જે કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૃધ્ધનો નિર્ણય છે. જેમાં રિમાર્કના કોલમમાં પુઅર પરફોર્મન્સ દર્શાવાયુ હતું પરંતુ તે નિર્ણય બાદ પણ મે-૨૦૨૨માં યોજાયેલા ખેલ મહાકુંભમાં અરજદારોએ ભાગ લીધો હતો અને તેમાં બંને છોકરીઓએ તેમની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેથી કોચસ્કૂલ તરફથી ફરી ડાયરેકટરને રજૂઆત કરી અરજદારોને પ્રવેશ આપવા જણાવ્યું હતું જો કેતેમણે ફરીથી પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો.

આ પણ વાંચો : ભારતીય સેનાની માહિતી પાકિસ્તાન મોકલવાનો કેસ – સેશન્સ કોર્ટે ત્રણ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી