Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

જાહેરમાં પરેડ અને કસ્ટડીમાં મારવાનો મામલો

હાઈકોર્ટે રાજકોટના પાંચ પોલીસ કર્મીઓ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરી 

વર્ષ 2016માં પોલીસે આરોપીને મારેલો, જેની સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી કરાયેલી છે


રાજકોટમાં વર્ષ 2016માં આરોપીને જાહેરમાં પરેડ કરાવવા અને કસ્ટડીમાં મારવાના કેસમાં પાંચ પોલીસ કર્મચારીઓ ( બી. ટી. ગોહિલ, એમ. જે. ધાંધલ, વી. એસ. લાંબા, જયભા પરમાર અને પ્રદ્યુમનસિંહ ઝાલા)  સામે થયેલી કન્ટેમ્પ્ટની અરજીમાં હાઈકોર્ટે પાંચેય પોલીસ કર્મચારીઓ સામે કન્ટેમ્પ્ટના ચાર્જ ઘડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ સુનાવણી 13 જુલાઈએ હાથ ધરાશે.

સુનાવણી સમયે, પોલીસ કર્મચારીઓની રજૂઆત હતી કે જે માણસને માર્યો હતો તેની સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ સમયે, હાઈકોર્ટે પોલીસને ટકોર કરેલી કે આરોપીઓ આતંકવાદી હોય તો પણ કાયદો તમને કાયદા વિરૂદ્ધ જવાની સત્તા આપતો નથી. હાઈકોર્ટે પાંચેય પોલીસ કર્મચારીઓની બિનશરતી માફીને નકારી હતી. આ પાંચેય પોલીસ કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત થયેલા કાયદાનો ભંગ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ડી. કે. બાસુ અને અર્નેશ કુમારના કેસના ચુકાદામાં કસ્ટડીમાં આરોપીઓ સાથે પોલીસે ક્યાં પ્રકારનુ વર્તન કરવુ તે અંગે માર્ગદર્શિકા આપેલી છે.

રાજકોટ પોલીસે વર્ષ 2016માં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આરોપી અજય કુંભારવાડિયાને કસ્ટડીમાં બહેરમીપૂર્વક મારવા અને જાહેરમાં પરેડ કરાવવાના કેસમાં હાઈકોર્ટે તમામ જવાબદાર પોલીસ કર્મી સામે ચાર્જ ઘડ્યા છે.  

પોલીસ કર્મી ધાંધલ પર આરોપ છે કે તેણે કુંભારવાડિયાને પરાણે દારૂ પીવડાવેલો અને પછી પ્રોહિબિશન એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી હતી. ત્યાર બાદ પોલીસ તેને જાહેરમાં લઈ ગઈ, જ્યાં બે પોલીસે તેને પકડ્યો હતો અને અન્ય પોલીસે તેને લાકડીઓ વડે મારેલો.

કુંભારવાડિયાના વકીલની રજૂઆત હતી કે પોલીસે અરજદારને 24 કલાક સુધી કસ્ટડીમાં રાખેલો, જ્યાં સુધી પાંચેય પોલીસ કર્મચારીઓ સામે ચાર્જફ્રેમ થાય નહીં ત્યાં સુધી તેમની માફી અંગે વિચાર કરશો નહીં.  

પોલીસ કર્મચારીઓની રજૂઆત હતી કે અરજદાર ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો અને આ ઘટના પહેલા તેના પર 24થી પણ વધુ કેસ નોંધાયેલા છે. આ ઘટના બાદ, અન્ય પાંચ કેસ બીજા નોંધાયા છે. જેમાં, ગુજસીટોક હેઠળ નોંધાયેલી ફરિયાદનો પણ સમાવેશ થાય છે. અરજદાર હાલ પેરોલ જમ્પ કરીને ભાગી ગયો છે. આરોપીના ગુનાહિત ઈતિહાસને ધ્યાને લો અને પોલીસ કર્મચારીઓ સામે ચાર્જફ્રેમ ન કરો. જો કે, વળતર ચુકવવાનો આદેશ કરો.

હાઈકોર્ટે અરજદારોને ટકોર કરેલી કે ભૂતકાળમાં હાઈકોર્ટે બે વાર અરજદારો સામે ચાર્જફ્રેમની કાર્યવાહીનો નિર્ણય લીધેલો, જેની સામે થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધેલી છે. અરજદારોને તેમની સામે ચાર્જનુ ખંડન કરવા માટેની તક આપવામાં આવશે. ત્યારે તેઓ બિનશરતી માફી માગી શકશે અને તેમના બચાવમાં રજૂઆત પણ કરી શકે છે.

હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે પાંચેય પોલીસ કર્મચારીઓ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહીને લઈને તેમના પર ખાતાકીય પગલા લેશો નહીં.

શું છે સમગ્ર મામલો ?

કેસની વિગત જોઈએ તોરાજકોટના પાંચ પોલીસ કર્મચારીઓ ( બી.ટી. ગોહિલએમ.જે. ધાંધલવી.એસ.લાંબાજયભા પરમારપ્રદ્યુમનસિંહ ઝાલા) પર આરોપ છે કે તેમણે વર્ષ 2016માં આરોપી અજય કુંભારવાડીયાને જાહેરમાં પરેડ કરાવેલી અને મારેલો.  પછીઆરોપીએ પાંચેય પોલીસ કર્મચારીઓ સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી દાખલ કરેલી.

કોર્ટના કાર્યવાહીના ડરથી પોલીસ કર્મીઓએ જેલમાં બંધ  આરોપી સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરેલો.   આરોપીની ગુજસીટોક હેઠળ ધરપકડ કરાયેલી છે અને તે છોટાઉદેપુરની જેલમાં છે. પોલીસ કર્મીઓ તેને કન્ટેમ્પ્ટની અરજી પરત ખેંચવા માટે સમજાવવામાં અસફળ રહેલા. કેસની કાર્યવાહીમાં વિલંબ મુદ્દે હાઈકોર્ટે પોલીસ કર્મીઓને રૂ, 10 હજારનો દંડ ફટકારેલો.  

હાઈકોર્ટમાં  કેસમાં સમયાંતરે મુદતો પડતી રહી હતી અને કન્ટેમ્પ્ટની અરજી ચલાવવાના હાઈકોર્ટના નિર્ણય સામે પોલીસ કર્મીઓએ સુપ્રીમ કોર્ટમાં પણ અરજીઓ કરેલી. બીજી તરફપોલીસ કર્મીઓ અને રાજ્ય સરકારે  કન્ટેમ્પ્ટની અરજી ટકવાપાત્ર નથી તેવો દાવો કરેલો. જેને હાઈકોર્ટે નકાર્યો હતો.

આ પણ વાંચો : સુનિતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ