Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પોલીસ તપાસ ચાલુ રાખો પણ અરજદારની હાલ ધરપકડ ન કરો - હાઈકોર્ટ

રૂ. 30 કરોડની છેતરપિંડીનો મામલો – આત્મીય યુનિવર્સિટીના ત્યાગ વલ્લભ સ્વામીને હાઈકોર્ટે રાહત આપી  

રાજકોટ જિલ્લા અને સેશન્સ કોર્ટે અરજદારની અરજી ફગાવેલી

રૂ. 30 કરોડની છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્ર આચરવાના કેસમાં આત્મીય યુનિવર્સિટીના પ્રમુખ ત્યાગ વલ્લભ સ્વામીને હાઈકોર્ટે વચગાળાની રાહત આપી છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, આ કેસમાં પોલીસ હાલ તપાસ ચાલુ રાખે પરંતુ અરજદારની ધરપકડ કરે નહીં. હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિત તમામ પક્ષોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી ઓક્ટોબર માસમાં હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે આ કેસમાં અરજદારની કોઈ ભૂમિકા નથી. રાજકોટ જિલ્લા અને સેશન્સ કોર્ટે તેમની અરજી ફગાવતો જે હુકમ કરેલો છે, તે અયોગ્ય છે. જેને રદ કરો.

કેસની વિગત જોઈએ તો, અરજદાર ત્યાગ વલ્લભ સ્વામી સર્વોદય કેળવણી મંડળના સેક્રેટરી છે અને આ સંસ્થા આત્મીય યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે. તેમની સામે પવિત્ર જાની નામની વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેમણે રૂ. 30 કરોડની છેતરપિંડી આચરી છે. આ બાબતને લઈને તેણે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્યાગ વલ્લભ સ્વામી અને એસકેએમના વહીવટકર્તાના પત્ની તથા અન્ય એક સામે ફરિયાદ પણ નોંધાવેલી છે. આ ફરિયાદ સામે રાહત મેળવવા માટે ત્યાગ વલ્લભ સ્વામી રાજકોટ જિલ્લા અને સેશન્સ કોર્ટ અરજી કરેલી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.

આ પણ વાંચો : તિસ્તાએ તોફાન પિડીતોના નામે મોટુ ભંડોળ મેળવ્યુ