Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

કાયદાનો અમલ પાછલી અસરથી લાગુ પાડી ન શકાય - અરજદાર

લેન્ડ ગ્રેબિંગ એક્ટની બંધારણીય કાયદેસરતાને પડકારતી વધુ અરજીઓ, હાઈકોર્ટે સરકાર અને અમદાવાદ કલેક્ટરને નોટિસ પાઠવી

હાઈકોર્ટે ફરિયાદ સામે વચગાળાનો સ્ટે આપ્યો


ગુજરાત લેન્ડ ગ્રેબીંગ(પ્રોહીબીશન) એકટ-૨૦૨૦ અને ગુજરાત લેન્ડ ગ્રેબીંગ(પ્રોહીબીશન) રૃલ્સ-૨૦૨૦ની બંધારણીય કાયદેસરતાને પડકારતી વધુ અરજીઓ હાઈકોર્ટમાં થઈ છે. સુનાવણી બાદ, હાઈકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકાર, અમદાવાદ જિલ્લા કલેક્ટર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી જુલાઈ માસમાં હાથ ધરાશે. હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આપ્યો છે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ભામસરા ગામે આવેલી જમીન પર અરજદારનો કબજો છે અને રજવાડાના સમયથી આ જમીનના હક્કપત્રકમાં અરજદારોના નામ પણ છે, સરકારી રેકર્ડમાં પણ અરજદારોના નામ છે. વર્ષ 2005માં આ જમીનમાંથી નહેર પસાર કરાયેલી. આ સમયે, તેમને વળતર પણ મળેલુ છે. વિવાદિત જમીન સંદર્ભે પ્રાંત અધિકારીએ મત આપેલો કે અરજદાર અને સામાવાળાની માપણી બાદ જ કબજો નક્કી થાય તેમ છે. આ સ્થિતિમાં જમીન માપણી થાય નહીં ત્યાં સુધી જમીનનો કબજો ગેરકાયદેસર ગણાય નહીં. વર્ષ 1951થી અરજદારોના વડવાઓનો આ જમીન પર કબજો રહેલો છે. સામાવાળાઓએ અરજદાર સામે બગોદરા પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદો કરેલી છે. તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો કોઈ કેસ બનતો નથી. આ કેસ એ કાયદો લાગુ થયો તે પહેલાનો છે. જેથી, કાયદાને પાછલી અસરથી અમલી બનાવી ન શકાય. આ કાયદાની જોગવાઈઓ અને રૂલ્સમાં વિસંગતતાઓ છે, જેથી તેને રદ કરો,

મહત્વનુ છે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટને બંધારણીય કાયદેસરતાને પડકારતી અંદાજે 300થી વધુ અરજીઓ હાઈકોર્ટમાં થયેલી છે અને તે પડતર છે.

આ પણ વાંચો : બીબીએ અનરજીસ્ટર્ડ એસોસિએશન, તેની સામેની અરજી ટકી ન શકે - હાઈકોર્ટ