Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અરજદાર પ્રેમી અને ફરિયાદી મહિલા વચ્ચે સંમતિથી શરીરસંબંધ બંધાયો - હાઈકોર્ટ

લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવાના કેસમાં પ્રેમીની ફરિયાદ કરવાની અરજી હાઈકોર્ટે સ્વીકારી

અરજદાર અને ફરિયાદી મહિલા સોશિયલ મિડીયાના માધ્યમથી પરિચયમાં આવેલા

લગ્નની લાલચ આપીને દુષ્કર્મની નોંધાતી ફરિયાદોના મુદ્દે હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કેપુખ્તવયના બંને પાત્રો વચ્ચે જો પરસ્પર સંમતિથી શરીરસબંધો બંધાયા હોય તો તેને દુષ્કર્મ માની શકાય નહી. ફરિયાદી મહિલાએ આરોપ લગાવેલો કે, તેના પુરૂષ મિત્રએ તેને લગ્નની લાલચ આપી તેણીની સાથે દુષ્કર્મ આચરેલુ છે. જેની સામે આરોપી પુરૂષે હાઇકોર્ટમાં આ કેસમાથી બિનતહોમત છૂટવા માટે ડિસ્ચાર્જ અરજી કરેલી, જેમાં, હાઈકોર્ટે ફરિયાદી મહિલાના આરોપને નકાર્યા છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, ગુજરાત યુનિવર્સિટી પોલીસમથકમા નોંધાયેલી ફરિયાદના કેસમાંથી આરોપીને બિનતહોમત છોડી મૂકવામાં આવે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, આઈપીસીની કલમ 90 સંમતિના આધારને સ્પષ્ટ કરે છે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, અરજદાર અને ફરિયાદી મહિલા અલગ-અલગ રાજયોમાં રહેતા હતા. તેઓ  સોશિયલ મિડીયાના માધ્યમથી ફેસબુક દ્વારા પરિચયમાં આવ્યા હતા. બંને વચ્ચે પ્રેમસંબંધ થયા બાદ, તેમણે એકબીજાની સંમતિથી શરીરસંબંધ બાંધેલા. આ પછી, ફરિયાદી મહિલાએ અરજદાર સામે સુરતના મહીધરપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવેલી. જેથી, અરજદારે આ ફરિયાદને રદ કરવા માટે અરજી કરેલી. જેમાં, ફરિયાદી મહિલા અને અરજદાર વચ્ચે સમાધાન થયેલુ. ફરિયાદી મહિલાએ સોગંદનામુ રજૂ કરીને ફરિયાદ રદ કરવા માટે સંમતિ આપેલી. જેના આધારે હાઈકોર્ટ ભૂતકાળમાં આ ફરિયાદ રદ કરેલી. આ પછી પણ ફરિયાદી મહિલા અને અરજદાર એકબીજાના સંપર્કમાં રહેલા અને પ્રેમ સંબંધ આગળ વધેલો. જેમાં, ફરીથી બંને વચ્ચે સહમતિથી શરીરસંબંધ બંધાયેલા. આ સ્થિતિમાં ફરિયાદી મહિલાનો દુષ્કર્મનો આરોપ ખોટો છે. આ કેસમાં દુષ્કર્મ જેવી કોઈ વાત જ નથી. આ પરસ્પર સંમતિથી બાંધેલા શરીર સંબંધનો કેસ છે. આ સ્થિતિમાં આઈપીસીની કલમ 376 ( દુષ્કર્મ અંગે) અમલી બની શકે નહીં. ફરિયાદી મહિલા પોતે પુખ્તવયની છે અને તેણીએ સહમતિથી અરજદાર સાથે શરીરસંબંધ બાંધેલા છે. ફરિયાદી મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધેલા છે અને તેને બે બાળકો પણ છે.

આ પણ વાંચો : બદનક્ષીના કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને 26 જુલાઈએ હાજર રહેવા મેટ્રો કોર્ટનો હુકમ