Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ફરી એકવાર ધ્રુજી ઉઠી છે કચ્છની ધરા,રાત્રે આવ્યો હતો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

કચ્છમાં ફરી એકવાર રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે.આ પહેલા પણ આ ધરા પર સતત બે વાર ધરતીકંપ આવ્યો હતો. આ તરફ હવે ફરી એકવાર કચ્છની ધરતી ધ્રુજી ઉઠી છે. મહત્વનું તો એ છે કે, કચ્છના ભચાઉમાં રાત્રે 8.54 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ તરફ રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ તો ભૂકંપનુ કેન્દ્રબિંદુ ભચાઉથી 21કીમી દૂર જ નોર્થ ઈસ્ટમાં નોંધાયું છે.

 કચ્છમાં અગાઉ પણ 21 અને 22 નવેમ્બરના રોજ ભૂકંપનો આંચકો અનુભવાયો હતું. વાત એમ છે કે, 21 નવેમ્બરના રોજ ભૂકંપનો આંચકો અનુભવ્યાં બાદ હવે ફરીવાર 22 નવેમ્બરના રોજ સવારે કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. મળેલ વિગતો મુજબ સવારે કચ્છના ધોળાવીરા વિસ્તાર નજીક ધરતીકંપ આવ્યો હતો. આ અગાઉ પણ 21 નવેમ્બરનાા રોજ પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી ફક્ત 15 કિલોમીટર દૂર નોંધાયું હતું.

કચ્છના ધોળાવીરા નજીક 22 નવેમ્બરે આવો જ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મળેલ વિગતો મુજબ સવારે 6:55 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.0ની નોંધાઈ છે. આ સાથે જ ધોળાવીરાથી 16કિલોમીટર દૂર જ ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું છે.

 

ભૂકંપ આવે તો શું કરવું જોઇએ ?

 ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત જ ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.

વીજળીના થાંભલા,ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ જોઈએ.

ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ સીડીનો ઉપયોગ કરવો.

ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા એ જવું જ્યા છૂપાઈને બેસી શકાય.

ભૂકંપ આવે ત્યારે ખાસ કરી ઘરમાં રહેલ ભારે વસ્તુથી દૂર રહેવું.

ઘરમાં રહેલ ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતાઓ ન રહે.

ભાગવાનો સમય ન મળે તો ટેબલ,પલંગ,ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું જોઇએ.

દરવાજા હોય તેવી જગ્યાએ ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

 

ભૂકંપની તીવ્રતા કેવી રીતે માપવામાં આવે છે?

7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી અનુભવે છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય તેવો ભૂકંપ આવે છે. આપણને જણાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય છે.

0થી 2રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર સામાન્ય કે ઓછી થાય છે. ભારે આંચકાનો અનુભવ થતો નથી.  સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.

2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકાનો અનુભવ થાય છે. થોડી ઘણી અસર થાય છે.

3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર પણ હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર તમને થાય છે.

4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનીનો ઇશારો આપે છે. આ દિવાલોમાં તિરાડો પાડી દે છે. કાચા મકાનો તો નીચે પડે છે. બારીઓ બારણાં  તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ પણ નીચે પડી શકે છે.

આ પણ વાંચો: હજી બે દિવસ આગાહી, જાણો રાજ્યમાં કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી