Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગોવા ખાતે ફરવા ગયેલા મહેસાણાના 6 પ્રવાસીના ટ્રાફિક નિયમનો ભંગ બદલ લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે. તો અન્ય રાજ્ય મળી કુલ 78 લાઇસન્સ મહેસાણા RTOએ સસ્પેન્ડ કર્યા છે.

ટ્રાફિકના નિયમો ભૂલી જતા ગંભીર પરિણામ

ગોવા અને અન્ય રાજ્યમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા પકડાયેલા લોકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા મહેસાણા RTOને અભિપ્રાય મોકલ્યો હતો. આ અભિપ્રાય આધારે મહેસાણા RTOએ લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે. ગુજરાતીઓ ફરવાના જબરા શોખીન છે અને એમાય ગોવા કે અન્ય ટુરિસ્ટ સ્થળો ઉપર ગુજરાતીઓ ફરવા જાય ત્યારે વાહન ભાડે લઈને જાતે જ ડ્રાઈવ કરીને એડવેન્ચર માણતા હોય છે. પણ આવા સ્થળોએ ડ્રાઇવ કરતા પૂર્વે ટ્રાફિક નિયમનું પાલન થાય એ જોવું ખૂબ જ જરૂરી છે. તો કેટલીક વખત આવા સ્થળો ઉપર જાતે ડ્રાઇવ કરતા લોકો ફરવાની મસ્તીમાં ટ્રાફિકના નિયમો ભૂલી જતા હોય છે અને ગંભીર પરિણામ પણ ભોગવવા પડતા હોય છે.

કુલ 78 લોકો છે કે જેમના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા

મહેસાણાના આવા 78 પ્રવાસીઓને ટ્રાફિકના નિયમના ભંગથી લાઇસન્સ ગુમાવવા પડ્યા છે. ત્યારે ગોવા ખાતે ફરવા ગયેલા આવા 6 પ્રવાસી ગોવા પોલીસના હાથે પકડાયા હતા અને પોલીસે આવા પ્રવાસીઓના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે મહેસાણા RTOને લેખિત જાણ કરતા મહેસાણા RTOએ આ પ્રવાસીઓના લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે મહેસાણામાં આવા કુલ 78 લોકો છે કે જેમના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે બાકીના 72 લોકો અન્ય રાજ્યમાં પકડાયેલા છે અને તેમના લાઇસન્સ પણ સ્થગિત કરી દેવાયા છે. 

આ પણ વાંચો:  વડોદરાની 17 વર્ષીય સમિધાની સાયકલ પર શ્રીનગરથી કન્યાકુમારીની વિશ્વ રેકોર્ડ તોડવા યાત્રા શરૂ કરી