Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story
  • આવા ગુનાઓ આચરનારાઓ સામે દયા દાખવી ન શકાય - કોર્ટ
  • સગીરા સાથેના દુષ્કર્મના કેસનો મામલો
  • પોક્સોની ખાસ કોર્ટે દોષિતને 20 વર્ષની કેદની સજા ફટકારી
  • આરોપીઓમાં કાયદાનો ડર રહે અને સમાજમાં કડક સંદેશ જાય તે જરૂરી છે – સરકારી વકીલ

સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં પોક્સોની ખાસ કોર્ટ દ્વારા દોષિત વિશાલ પુરબિયાને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટનુ અવલોકન છે કે, દુષ્કર્મ કે જાતીય સતામણીના કેસની બાબતને ગંભીરતાથી લેવા જોઈએ. એમાંય બાળકો સાથેના જાતીય સતામણી કે દુષ્કર્મ કેસમાં કોર્ટે કડક વલણ દાખવવુ જોઈએ. પોક્સો એક્ટ હેઠળના આ પ્રકારના ગુનામાં દોષિત સામે કોઈપણ પ્રકારની દયા દાખવી શકાય નહીં. આ કેસમાં ગુનેગારને સખત અને યોગ્ય સજા ફટકારીને સમાજમાં એક સંદેશ જશે કે જો આ પ્રકારના ગંભીર ગુના આચરીશુ તો કોર્ટ તેમને સખત સજા ફટકારશે અને કોઈ દયા દાખવશે નહીં. પોક્સો કોર્ટે આ સજાની સાથે સાથે દોષિતને રૂ. એક લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે એ પણ હુકમ કર્યો છે કે, દંડની આ રકમ વળતર પેટે પીડિતાને આપવાનો હુકમ કર્યો છે. જો દોષિત આ રકમ ભરે નહીં તો તેને વધુ બે વર્ષની કેદની સજાનો પણ હુકમ કોર્ટે કર્યો છે.

સુનાવણી દરમિયાન, અધિક સરકારી વકીલે રજૂઆત કરેલી કે, આરોપીએ 14 વર્ષ અને નવ માસની સગીરાને ફોસલાવીને તેનો ગેરલાભ ઉઠાવીને તેણીને 29-04-2018ના રોજ કઠવાડા નજીકના ખુલ્લા ખેતરો સહિતની જગ્યાઓ પર લઈ જઈ તેણીની સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચરેલુ છે. આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચરેલો છે અને સમાજમાં આ પ્રકારના ગુનાની સંખ્યા સતત વધી રહી છે. સમાજમાં આ પ્રકારના ગુના આચરવાની માનસિકતા ધરાવનારાઓમાં કાયદાનો ડર રહે અને સમાજમાં મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓના રક્ષણ અને તેમના હિતને ધ્યાનમાં રાખીને  કોર્ટ આવા ગુનાઓ આચરનારાઓ સામે સહેજ પણ દયા દાખવે નહીં અને આરોપીને કાયદામાં મુજબ કડકમાં કડક સજા ફટકારે. 

આ પણ વાંચો : ઘાટલોડિયાના 40 ઝુંપડાવાસીઓને હાઈકોર્ટે આપી વચગાળાની રાહત