Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આરોપી પીએસઆઈ છે, તેના પર કાયદાના રક્ષણની જવાબદારી અને તેના પર જ ભ્રષ્ટાચારનો આક્ષેપ - કોર્ટ

રૂ. 50000ની લાંચ માગવાનો કેસ

આનંદનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈની જામીન અરજી કોર્ટે ફગાવી

રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કર્યો

રૂ. ૫૦ હજાર રૃપિયાની લાંચ લેતા પકડાયેલા આનંદનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ નરેશદાન ઉર્ફે નરેશકુમાર ઉમેદસિંહ ટપારિયા(ગઢવી)ની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે પોલીસ અધિકારી થઇને ભ્રષ્ટાચાર જેવા ગંભીર ગુનામાં આરોપી પીએસઆઇની સંડોવણીને લઇ ભારે ટીકા કરી હતી.

કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપી પોતે પીએસઆઈ કક્ષાના અધિકારી છે. આરોપી સામે લાંચની સફળ ટ્રેપ થયેલ છે. આરોપી પોલીસ અધિકારી છે અને તેના ઉપર કાયદાના રક્ષણ અને વ્યવસ્થાની જવાબદારી છે. તેના ઉપર જ ભષ્ટ્રાચારના આક્ષેપ થાય છે, તેથી કેસની ગંભીરતા વધી જાય છે. આવા ગંભીર પ્રકારના ગુનામાં આરોપીને જામીન પર મુકત કરવાનું યોગ્ય જણાતુ નથી.

કેસની વિગત જોઈએ તોએક મહિલાના પતિને માર નહિ મારવા અને પાસા નહી કરવા માટે આનંદનગર પોલીસમથકના પીએસઆઇ નરેશદાને રૂ..૫૦ હજારની લાંચ માંગી હતી. જે બાબતે મહિલાએ એસીબીમાં ફરિયાદ કરતાં લાંચનું છટકુ ગોઠવાયુ હતું અને તે દરમ્યાન આરોપી પીએસઆઇ રૂ. ૫૦ હજારની લાંચ સ્વીકારતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયેલો. આ કેસમાં આરોપીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરેલી. જેનો વિરોધ કરતા સરકારી વકીલની રજૂઆત હતી કે, આરોપી એક પોલીસ અધિકારી છે અને પીએસઆઈનો હોદ્દો ધરાવે છે. પોતે કાયદાના રક્ષક અને રખેવાળ હોવાછતાં પૈસાની લાલચમાં તે રૂ. 50,000ની લાંચ લેતા ઝડપાયેલો છે. આરોપી વિરૂધ્ધ લાંચનો પ્રથમદર્શનીય કેસ બને છે અને ગુનાની ગંભીરતા જોતાં આરોપીને કોઇપણ સંજોગોમાં જામીન આપી શકાય નહી. આરોપી પોલીસ અધિકારી હોવાથી જો તેને જામીન આપવામાં આવે તો સમાજમાં પણ અવળો સંદેશો જશે, તેથી કોર્ટે આરોપી પીએએસઆઇની જામીન અરજી ફગાવી દે.

આ પણ વાંચો : કેનેડા વિઝા માટેના ખોટા બાયોમેટ્રીક લેટર બનાવવાના કૌભાંડના આરોપીની જામીન અરજી ફગાવી