Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આ ફેસ્ટિવલમાં મ્યુઝિકની સાથે ફોટો પ્રદર્શન, હસ્તકલા, વર્લ્ડ મ્યુઝિક, લોક નૃત્ય, જોવાલાયક સ્થળો અને વૉકિંગ ટુરનું આયોજન ફેસ્ટિવલમાં તબલા ઉસ્તાદ ફઝલ કુરેશી, સિતાર કલાકાર નીલાદ્રી કુમાર, સેક્સોફોનિસ્ટ જ્યોર્જ બ્રૂક્સ, કીબોર્ડ પ્લેયર સંગીત હલ્દીપુર અને સૂફી ગાયક ઓસ્માન મીર સાથેના કલાકારો પણ પરફોર્મ કરશે.

દેશના અદ્ધભૂત વારસાને જાળવવા તેના પારંપારિક અને ઐતિહાસિક સ્મારકો વિશે પણ થીમેટિક મ્યુઝિક અને ઈમેજ ટ્રાન્સફોર્મિંગ શેડો લાઈટ શો દ્વારા જાગૃતિ અને માહિતી આપવાના મિશનને આગળ વધારવા ભરતનાટ્યમના જાણીતા કલાકાર બિરવા કુરેશી દ્વારા સ્થાપિત કરવામાં આવેલ ક્રાફ્ટ ઓફ આર્ટ 9 ડિસેમ્બર,2023 શનિવારના રોજ ચાંપાનેર ફેસ્ટિવલનું આયોજન કરવા જઈ રહ્યું છે. પાવાગઢના ડુંગરો નજીક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ચાંપાનેર ખાતે ચાંપાનેર ફેસ્ટિવલ યોજાશે. જે આ નગરના મલ્ટીપલ આઈકોનિક હેરિટેજ સ્ટ્રક્ચર અને પૌરાણિક વાર્તાઓને રજૂ કરતાં તેના ઈતિહાસને પુનઃ જીવિત કરવામાં આવશે.

ક્રાફ્ટ ઓફ આર્ટના ફાઉન્ડર અને આર્ટિસ્ટિક ડિરેક્ટર બિરવા કુરેશીએ કહ્યું હતું કે, છેલ્લા 14 વર્ષથી ક્રાફ્ટ ઓફ આર્ટ દેશના અમૂલ્ય અને સમૃદ્ધ વારસા સાથે લોકોને જોડવાનું મિશન ચાલી રહ્યું છે. વાઈબ્રન્ટ મ્યુઝિકલ સેલિબ્રેશન, કલા, હસ્તકલા, કલાકારો, કારીગરો, સ્થાપત્ય, ઇતિહાસ, વારસો અને પરંપરાની વાર્તાઓ દ્વારા સ્મારકો સુધી લોકોને પહોંચાડવામાં સફળ રહ્યા છે.ચાંપાનેર ફેસ્ટિવલ એક લીપ ફોરવર્ડનું પ્રતિનિધિત્વ કરે છે અને ફોટો પ્રદર્શન અને મ્યુઝિયમ ડિસ્પ્લે સાથે વ્યાપક કેનવાસને આવરી લેતા સંગીતની મદદથી બધાને આકર્ષે છે. જેમાં સ્થાનિક હસ્તકલા, સ્વાદિષ્ટ ભોજન, લોક સંગીત, વિવિધ સ્થળોએ સૂફી, શાસ્ત્રીય અને વિશ્વની સંગીતકળાઓને આવરી લેતાં સંગીત સમારોહની ઘણી શ્રેણી ઉપરાંત નૃત્ય,જોવાલાયક સ્થળો અને વોકિંગ ટૂરને પણ સમાવવામાં આવ્યા છે."

ચાંપાનેર ફેસ્ટિવલમાં કલાકારોની અદભૂત શ્રેણીમાં તબલા ઉસ્તાદ ફઝલ કુરેશી પર્ફોર્મન્સ આપવાના છે. જેમણે 40 વર્ષથી સમગ્ર વિશ્વના પ્રેક્ષકોને ખૂબ જ મોહિત કર્યા છે. સિતારવાદક નિલાદ્રિ કુમાર, સેક્સોફોનિસ્ટ અને સંગીતકાર જ્યોર્જ બ્રૂક્સ, વર્સેટાઈલ કીબોર્ડ પ્લેયર સંગીત હલ્દીપુર અને બાસ પ્લેયર શેલ્ડન ડીસિલ્વા પણ આ કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપશે.ડ્રમર અને સંગીતકાર દર્શન દોશી તથા લોક અને સૂફી ગાયક ઓસ્માન મીર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા માટે ચાંપાનેર ફેસ્ટિવલમાં પરફોર્મ કરશે. સાંજની બીજી વિશેષતા દાદી પુદુમજી અને ધી ઈશારા પપેટ થિયેટર દ્વારા યોજાનારી જાયન્ટ પપેટ પરેડ પણ હશે. જાણીતા અભિનેતા માનવ ગોહિલ આ કાર્યક્રમનું સંચાલન કરવયના છે.છોટા ઉદેપુરના પરંપરાગત પિથોરા ચિત્રકાર કે જેઓએ કળાને દેશની બહાર સુધી વિસ્તરિત કરી છે એવા પરેશ રાઠવા ચાંપાનેર ફેસ્ટિવલનો ભાગ બનશે.

આ સ્પેશિયલ ફેસ્ટિવલમાં એક મિનાર કી મસ્જિદ, સાકર ખાનની દરગાહ, દક્ષિણ ભદ્રા ગેટ, સિટાડેલ, સેહેર કી મસ્જિદ અને જામી મસ્જિદ જેવી ઘણી સાઇટ્સ પર આ કાર્યક્રમો યોજાવાના છે. સંગીત અને લાઈટ ઉપરાંત, ભવ્ય ભૂતકાળને અકબંધ જાળવી રાખનાર સ્થાનિક લોક કલાકારો પણ ફેસ્ટિવલમાં પરફોર્મ કરશે.

આ પણ વાંચો : ગુજરાતના ગરબાને યુનેસ્કોમાં મળ્યું સ્થાન,વિશ્વની સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખ