Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રમખાણ કેસમાં ખોટા દસ્તાવેજ અને પુરાવાનો મામલો – તિસ્તાએ તેની સામેની ફરિયાદ રદ કરવા કરેલી અરજીને જસ્ટિસ સમીર દવેએ નોટ બિફોર મી કરી

ભૂતકાળમાં નીચલી અદાલતે તિસ્તાની તેની સામેની ફરિયાદ રદ કરવાની અરજી ફગાવેલી

ગોધરાકાંડના બાદ રાજયમાં ફાટી નીકળેલા કોમી તોફાનોના કેસોમાં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, સરકારના ઉચ્ચ અમલદારો અને ભાજપના પ્રથમ હરોળના નેતાઓને સંડોવવા અને તેમની વિરૃધ્ધ ખોટા કેસો અને પુરાવા ઉભા કરવાના કેસમાં તિસ્તા સેતલવાડે તેની સામેની ફરિયાદ રદ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી ફાઈલ કરી છે. જો કે, જસ્ટિસ સમીર દવેએ આ અરજીને નોટ બિફોર મી કરી છે. જેથી, હવે આ અરજીને ચીફ જસ્ટિસને મોકલવામાં આવશે અને તેઓ નક્કી કરશે કે આ અરજીને કંઈ બેંચ સમક્ષ સુનાવણી માટે મોકલવી. મહત્વનુ છે કે, ગયા મહિને સેશન્સ કોર્ટે આ કેસમાં તિસ્તાની તેની સામેની ફરિયાદ રદ કરવાની માગ સાથેની અરજી ફગાવી દીધી હતી. આ હુકમ સામે તિસ્તાએ હાઈકોર્ટમાં અપીલ કરી છે.

ભૂતકાળમાં સેશન્સ કોર્ટ સમક્ષ રાજ્ય સરકારે રજૂઆત કરેલી કે, આ કેસમાં સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર જ આરોપીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. આરોપીઓએ ઝાકીયા જાફરીની અરજી તેમ જ અલગ અલગ કોર્ટની પિટિશનો અને એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી તેને સાચા દસ્તાવેજ તરીકે ગણાવીને અલગ અલગ કમીશનમાં રજૂ કર્યા હતા અને રાજયના તત્કાલીન મુખ્યપ્રધાન સહિત નિર્દોષ વ્યકિતઓને ખોટી રીતે સંડોવીને તેમની સામે પ્રોસિડીંગ્સ થાય તે હેતુથી બદઇરાદાપૂર્વક સમગ્ર વિષય સળગતો રાખીને ગુજરાતને બદનામ કરવાનું ગુનાહિત કૃત્ય આચરેલુ. આરોપીઓએ વિરોધી પાર્ટી તરફથી ગેરકાયદે નાણાં અને અન્યા લાભો મેળવવાના બદઇરાદાથી આ કાવતરુ રચેલુ.

આ પણ વાંચો : જવાબદાર સામે પગલા ન લેતા હાઈકોર્ટે પોલીસને ઝાટકી