Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- પોલીસે સોગંદનામુ રજૂ કરવા સમય માગ્યો, કોર્ટે રજૂઆતને ગ્રાહ્ય રાખી

- કેસની વધુ સુનાવણી ત્રીજી ઓગષ્ટે હાથ ધરાશે

અમદાવાદ: ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર ચલાવીને નવ લોકોને કચડી નાખનાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટમાં કાયમી જામીન અરજી કરી છે. સુનાવણી દરમિયાન, પોલીસે આ કેસમાં સોગંદનામુ કરવા માટે સમયની માગ કરેલી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી છે. આ કેસની વધુ સુનાવણી ત્રીજી ઓગષ્ટે હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે અરજદાર ગાડી ચલાવતો ન હતો અને તેણે   અકસ્માત પણ કર્યો નથી.  જે ગાડીથી અકસ્માત થયો છે અરજદારના નામે પણ નથી. અરજદાર સામે જે આક્ષેપ છે તે ધમકી અને અપશબ્દો બોલવાના છે. આ આરોપ પણ તદન પાયા વિહોણા છે .  આ જામીનપાત્ર ગુનો છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા માટે અરજદાર તૈયાર છે.

જો કે, નિષ્ણાતોના મતે, આરોપીના પિતાએ ચાર્જશીટ થઇ તેના એક દિવસ પહેલાં  જામીન અરજી ફાઇલ કરી હતી. તેથી, હવે આ અરજી ઇનફ્લક્ચ્યુઅસ  થઇ ગઇ કહેવાય. તેથી હવે અરજદારે ચાર્જશીટ મળ્યા બાદ ફરીથી જામીન અરજી કરવી પડે.