Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ઇસ્કોન બ્રીજ પર બેફામ રીતે જેગુઆર કાર હંકારીને એકસાથે નવ નિર્દોષ લોકોને કચડી નાખવાના કેસમાં અમદાવાદ (ગ્રામ્ય ) જિલ્લા કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે, આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને આ કેસમાં આઠ સાહેદોએ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ-164 હેઠળ આપેલા નિવેદનો અને પોલીસ તપાસના સંબંધિત કાગળો-દસ્તાવેજો પૂરા પાડો. આ અંગે બંને આરોપીઓએ કરેલી અરજીને કોર્ટે માન્ય રાખી છે. આ કેસની વધુ સુનાવણી 13 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

બંને આરોપીઓએ કોર્ટમાં અરજી કરેલી કે, આ કેસમાં તથ્ય સાથે કારમાં બેઠેલા તેના પાંચ મિત્રો સહિત આઠ સાહેદોએ મેજિસ્ટ્રેટ સમક્ષ જે નિવેદનો આપ્યા છે, તે અને ચાર્જશીટ બાદ પોલીસે હાથ ધરેલી વધુ તપાસના દસ્તાવેજો અને કાગળો તેમને ઉપલબ્ધ કરાવાય. બીજી તરફ, સરકારની રજૂઆત હતી કે આ કેસમાં તપાસ કરનાર એજન્સીએ કેસમાં વઝુ નવા પુરાવા ભગા કર્યા છે. જે અંગેનો રિપોર્ટ 13 સપ્ટેમ્બરે રજૂ કરાશે.