Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- હાઈકોર્ટનો સુરેન્દ્રનગરના ગાંધી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને આદેશ, નિષ્ણાત તબીબોની ટીમ બનાવી પિડીતાની તપાસ કરી રિપોર્ટ આપો

- વધુ સુનાવણી 25 સપ્તાહે હાથ ધરાશે

અમદાવાદ: સુરેન્દ્રનગરની દુષ્કર્મ પિડીતાએ તેના વીસ સપ્તાહથી વધુના ગર્ભના ગર્ભપાતની મંજૂરી માટે કરેલી અરજીમાં હાઈકોર્ટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને આદેશ કર્યો છે કે, પિડીતાની મેડિકલ તપાસ માટે નિષ્ણાત તબીબોની ટીમ બનાવો. જે પિડીતાના માનસિક અને શારિરીક હાલતની તપાસ કરે અને જણાવે કે પિડીતાને ગર્ભપાતની મંજૂરી આપવી કરે નહીં? ગર્ભપાતની મંજૂરી આપવાથી પિડીતાને કોઈ માનસિક કે શારિરીક નુકસાન થવાની સંભાવના કેટલી છે? આ મેડિકલ ટીમ પિડીતાની તપાસ કરીને તેનો મેડિકલ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરે. આ કેસની વધુ સુનાવણી 25 ઓગષ્ટે હાથ ધરાશે.   

અરજદાર પિડીતાના વકીલની રજૂઆત હતી કે તેણી તેની નાનીમાના ત્યાં રહે છે અને તેની પાડોશમાં રહેતા આરોપી યુવકે તેણીને ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચરેલુ. તેણી આ બાળકને જન્મ આપવા માગતી નથી.