Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ અંગે કેન્દ્ર સરકાર ટુંક સમયમાં નિર્ણય લેશે અને રાષ્ટ્રપતિને મોકલશે  

અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સુનિતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ

ગુજરાત હાઈકોર્ટના એસીજે એ. જે. દેસાઈને કેરળના ચીફ જસ્ટિસ બનાવવા માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી કોલેજિયમ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના સિનિયર જસ્ટિસ સુનીતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા માટે કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયને ભલામણ મોકલવામાં આવેલી છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે અને તે નિર્ણને રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.

જસ્ટિસ સુનીતા અગ્રવાલએ અલ્હાબાદ હાઈકોર્ટમાં છેલ્લા 11 વર્ષથી કાર્યરત છે. સુપ્રીમ કોર્ટની આ ભલામણ બાદ, ગુજરાત હાઈકોર્ટને એક વર્ષના ટુંકા ગાળામાં બીજા મહિલા ચીફ જસ્ટિસ મળી શકશે. મહત્વનુ છે કે, થોડા મહિનાઓ પહેલા જસ્ટિસ સોનિયા ગોકાણીને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નિત કરાયેલા. જેઓ ટુંકા ગાળામાં નિવૃત્ત થયા હતા.

જસ્ટિસ સુનિતા અગ્રવાલે અવધ યુનિવર્સિટીમાંથી વર્ષ 1989મા કાયદામાં ડિગ્રી પ્રાપ્ત કરેલી અને આ પછી વર્ષ 1990માં તેણી વકીલ તરીકે એનરોલ થયેલા અને અલ્હાબાદ હાઈકોર્ટમાં સિવિલ બાબતોના કેસ લડતા હતા. તેણી, 21-11-2011ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના એડિશનલ જસ્ટિસ તરીકે નિમણૂંક પામેલા. આ પછી, 06-08-2013ના રોજ તેણી પરમેનેન્ટ જસ્ટિસ તરીકે નિયુક્ત થયા હતા. જસ્ટિસ સુનિતા અગ્રવાલે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના ચુકાદાઓ આપેલા છે. લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશ પોલીસે ખોરાકના પેકેજનુ વિતરણ કરતા એક વ્યક્તિની ધરપકડ કરેલી. આ વ્યક્તિને મુક્ત કરવાનો જસ્ટિસ સુનિતા અગ્રવાલે આદેશ કરેલો અને ઉત્તરપ્રદેશને કહેલુ કે લોકડાઉન સમયની સ્થિતિને સમજો, લોકોને લોકડાઉનના પ્રોટોકોલ સમજાવો અને જાગૃતતા લાવવામાં મદદ કરો. આ ચુકાદો દેશભરમાં એક દિશા સમાન બનેલો.

બોક્સ- ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ. જે. દેસાઈ કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ

સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ. જે. દેસાઈને કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા માટેની ભલામણ કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલી છે. આ અંગે કેન્દ્ર સરકાર ટુંક સમયમાં જ તેનો નિર્ણય લઈને રાષ્ટ્રપતિને મોકલી આપશે. એક્ટિંગ ચીફ જસ્ટિસ એ. જે. દેસાઈ 21-11-2011ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં એડિશનલ જસ્ટિસ તરીકે નિયુક્ત પામેલા. આ પછી, તેઓ 06-09-2013ના રોજ ગુજરાત હાઈકોર્ટના પરમેનેન્ટ જસ્ટિસ તરીકે નિયુક્ત થયા હતા. તેઓ 26-09-2023ના રોજથી ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત છે.

આ પણ વાંચો : માતર તાલુકામાં પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોને જાહેરમાં મારવા અંગે હાઈકોર્ટની રાજ્ય સરકાર અને પોલીસને ટકોર